________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮)
(પરમાગમ – ચિંતામણિ * જે જીવ- સંસારથી - ભવભયથી ડરે છે તેને જિનભગવાનની આજ્ઞાનો ભંગ કરતાં ભય લાગે છે; અને જેને ભાવભયનો ડર નથી તેને તો જિન-આજ્ઞાનો ભંગ કરવો તે રમતમાત્ર છે. ૯૮૮.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-પ૯) * મરણ પર્યત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કે છે પણ ક્રોધાદિકની પીડા સહન કરવી કબૂલ કરતો નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કષાયોની પીડા અધિક છે. ૯૮૯.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૩. પાનું –૫૯) * સમ્યગ્દષ્ટિને કદી પણ એ વ્યાધિના સ્થાનભૂત ઇન્દ્રિયવિષયમાં અત્યંત અનાદરભાવ અસિદ્ધ નથી, કારણ કે તે ઇન્દ્રિય-વિષય પોતે જ બાધાના હેતુ (નિમિત્ત) છે અને તેથી રોગમાં અને ભોગમાં કોઈ તફાવત નથી. ૯૯૦.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-પ૩૦)
*
*
*
* સદ્વિવેકવાન શિષ્ય તો એમ વિચારે કે – પરમ દુઃખના કારણરૂપ એવા મારા દોષો પ્રગટ કરી મને દોષ મુક્ત કરવા પરમગુરુ મને ભલી શિક્ષા આપે છે, જે મને રોમ રોમ અતિ પ્રિય છે. એ સમ્યશિક્ષા જ મને આવા અનુપમ અવસરે પ્રાપ્ત ના થઇ હોત તો મારી શું સ્થિતિ થાત? હું કેવા મિથ્યાભાવોમાં વહ્યો જાત? તત્ત્વનિર્ણય થઈ અપૂર્વ શાંતિ કયાંથી પ્રાપ્ત થાત? હેય – ઉપાદેયનો સવિવેક મને ક્યાંથી જાગૃત થાત? આવા આવા વિચારોથી તે સુશિષ્યને સદ્દગુરુપ્રાસ કઠોર અને દોષને પ્રગટ કરનારી શિક્ષા પણ ઈષ્ટરૂપ ભાસે છે. ૯૯૧.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૪૪) * યે ઇન્દ્રિયોંકે ભોગ અસાર અર્થાત્ સાર રહિત તુચ્છ ઝીર્ણ તૃણકે સમાન હૈં, ભયકો પૈદા કરનેવાલે હૈ, આકુલતામય કષ્ટકો કરનેવાલે હૈં વ સદા હી નાશ હોનેવાલે હૈ, દુર્ગતિમેં જન્મ કરાકર કલેશકો પૈદા કરનેવાલે હૈં તથા વિદ્વાનોને દ્વારા નિંદનીક હૈ. ઈસ તરહ વિચાર કરતે હુએ ભી મેરે બુદ્ધિ, ખેદકી બાત હૈ કિ ભોગોંસે નહીં હટતી હૈ તબ મેં બુદ્ધિ રહિત કિસકો પૂછું, કિસકા સહારા લું, કૌનસી તદબીર કરું? ૯૯૨.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com