________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦)
(પરમાગમ – ચિંતામણિ *.... જેમ અપવાદ વ્યાખ્યાનથી, મતિજ્ઞાનને પરોક્ષ હોવા છતાં પણ પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે તેમ સ્વ-આત્માભિમુખ ભાવશ્રુતજ્ઞાનને પણ પરોક્ષ હોવા છતાં પ્રતયક્ષ કહ્યું છે, વળી જો તે એકાંતે પરોક્ષ હોય તો સુખ દુઃખાદિનું સંવેદન પણ પરોક્ષ થાય. પણ એમ તો છે નહિ. ૯૯૯.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્ય-સંગ્રહ, ગાથા-પમાંથી) * ઘણા લાંબા સમયથી સમુદ્રમાં નષ્ટ થયેલ મણિ સમાન આ ભવમાં ઉત્તમ મનુષ્યપર્યાય, ધન અને જિનવાણી પામીને જે દાન કરતો નથી તે મૂર્ણ રત્નો લઇને છિદ્રવાળી નૌકામાં બેસીને સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૧OOO.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન અધિકાર, શ્લોક-૩૫ )
* * * * અનાદિકાલસે ઇસ સંસારમેં ભ્રમણ કરતે હુએ ઇસ જીવકે અપને કર્મવશ કૌન બાંધવ નહીં હુએ ઔર કૌન શત્રુ નહીં હોંગે ? અર્થાત અપને અપને કર્મવશ સભી જીવ એક દૂસરેક મિત્ર ઔર શત્રુ હુએ હૈં ઔર હોંગે. ફિર ભી ન જાને કયો યહું મનુષ્ય નવીન કુટુંબ, મોહમે પડકર આપત્તિમું પડતા હૈ ઔર જૈનધર્મકો છોડકર સદા અપને હિતસે ભ્રષ્ટ હોતા હૈ, આત્મહિતમેં નહીં લગતા. ૧OO૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૨૬ ) * સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તી પદાર્થો સમ્યગ્દષ્ટિને આસ્તિકય ગોચર છે તેથી તેના અસ્તિત્વ પ્રતિપાદક આગમમાં સમ્યગ્દષ્ટિઓને કોઇ પ્રયોજનવશ કદી પણ શંકા થતી નથી. ૧OO૨.
( શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૪૮૨)
* * * | * પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ – ( જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતાં જ્ઞાનના ભેદો ) આપોઆપ ઊછળે છે, તે આ ભગવાન અદ્દભુત નિધિવાળો ચૈતન્ય રત્નાકર, જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, એક હોવા છતાં અનેક થતો, જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે દોલાયમાન થાય છે – ઊછળે છે. ૧OO૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર-ટીકા, કળશ- ૧૪૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com