________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨)
(પરમાગમ – ચિંતામણિ * કેવો છે તે સમ્યગ્દષ્ટિ ? ઉત્તમ ગુણો જે સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્ર – તપ આદિમાં તો અનુરાગી (ભાવનાવંત) હોય, એ ગુણો ધારક ઉત્તમ સાધુજનોના વિનયથી યુક્ત હોય તથા પોતા સમાન સમ્યગ્દષ્ટિ સાધÍજનોમાં અનુરાગીવાત્સલ્યગુણ સહિત હોય એવો તે ઉત્તમ સમ્યગ્દષ્ટિ હોય છે. એ ત્રણે ભાવ ન હોય તો જાણવું કે તેનામાં સમ્યકત્વનું યથાર્થપણું નથી. ૧OOG.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા – ૩૧૫ ) * અર્થ (લક્ષ્મી) અનંત અનર્થને કરે છે તે કશાય અર્થની નથી, અર્થ તો તે જ જે પરમાર્થને સાધે, તેની કામનાથી શું કામ? નિજકામનાથી કામ કે એ જ સુકામને સુધારે... ૧૦૧૦.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, ... પાનું... ૩) * હે ભવ્ય જીવ! મનકો પ્રસન્ન રખનેવાલી ઔર સર્વ કાલમેં સુખ દેનેવાલી સેવને યોગ્ય ક્ષમા નામકી કુલ સ્ત્રીકા તુઝે બારબાર સેવન કરના ચાહિયે. ૧૦૧૧.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-ર૬૫ ) * બોધિ અને સમાધિનું લક્ષણ કહે છે:- નહિ પ્રાપ્ત કરેલ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ કરવી તે બોધિ છે અને તેમને (સમ્યગ્દર્શનાદિને) જ નિર્વિઘ્નપણે બીજા ભવમાં સાથે લઈ જવા તે સમાધિ છે. ૧૦૧૨.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-૩૫ ની ટીકામાંથી) * જેમ લોખંડની સોઇ નાની હોવા છતાં જો તે દોરાથી સહિત હોય તો ગમે ત્યાં કચરામાં પડી જાય તો પણ મળી જાય છે. પ્રમાદથી પડી જવા છતાં આંખથી દેખાય છે અને ફરી મળી જાય છે. તેમ સાધુ જો શ્રુતજ્ઞાન સહિત હોય તો સંસારરૂપી ખાડામાં પડતાં નથી. પ્રમાદ–દોષથી ઉત્કૃષ્ટ તપશ્ચરણ કરવામાં અસમર્થ હોવા છતાં પણ કપટ રહિત ચિત્ત હોવાથી નિરંતર સ્વાધ્યાય કરે છે, જેથી તે કર્મ ક્ષય કરે છે. ૧૦૧૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, સમયસાર અધિકાર, ગાથા-૮૩) * યે રાગાદિકભાવ મનકો કભી તો મૂઢ કરતે હૈં, કભી ભ્રમરૂપ કરતે હૈં, કભી ભયભીત કરતે હૈ, કભી રોગસ ચલાયમાન કરતે હૈ, કભી શક્તિ કરતે હૈં, કભી કલેશરૂપ કરતે હૈં, ઇત્યાદિ પ્રકારસે સ્થિરતાસે ડિવા દેતે હૈં. ૧૦૧૪.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૩, શ્લોક-૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com