________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૫
પરમાગમ – ચિંતામણિ)
* હે ભવ્ય જીવો! જો પોતાનું હિત ચાહતા હો તો ગુરુની તે શિક્ષા મનને સ્થિર કરીને સાંભળો. (કે આ સંસારમાં દરેક પ્રાણી) અનાદિકાળથી મોહરૂપી જલદ દારૂ પીને, પોતાના આત્માને ભૂલી વ્યર્થ ભટકે છે. ૧૦૨૫.
(૫. દૌલતરામજી, છઢાળા, ઢાળ-૧, શ્લોક-૨) * મારા ચિત્તમાં કલ્પવાસી દેવોના ઇન્દ્રને, નાગેન્દ્રને તથા ચક્રવર્તીને પ્રાપ્ત થતું સુખ નિરંતર તૃણ સમાન તુચ્છ લાગે છે. અલ્પ બુદ્ધિમાન હંમેશા ભૂમિ, સ્ત્રી, લક્ષ્મી, શરીર તથા પુત્રથી સુખ માને છે – એ આશ્ચર્યકારક છે. ૧૦૨૬.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધિ-૯ શ્લોક-૧૦) * હે જિનવાણી ! જે પ્રાણી તારું વિધિપૂર્વક સ્મરણ કરે છે તેને એવી કોઈ લક્ષ્મી નથી, એવા કોઈ ગુણ નથી તથા એવું કોઈ પદ નથી, જેને તું વર્ણભેદ વિના ન આપતી હો. આ ગુરુનો ઉપદેશ છે. અભિપ્રાય એ છે કે તારું સ્મરણ કરનારાને સમાનરૂપે અનેક પ્રકારની લક્ષ્મી, અનેક ગુણો અને ઉત્તમપદનું પ્રદાન કરે છે. ૧૦૨૭.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, શ્રુતદેવતા સ્તુતિ, શ્લોક-ર૬ ) * જે પુરુષ સમ્યકત્વરૂપી રત્નરાશિથી સહિત છે તે પુરુષ ધન-ધાન્યાદિ વૈભવથી રહિત હોય તોપણ ખરેખર વૈભવસહિત છે અને જે પુરુષ સમ્યકત્વથી રહિત છે તે ધનસહિત હોય તોપણ દરિદ્રી છે. ૧૦૨૮.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૮૮) * પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવા અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી “હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી – દુઃખી કરે છે” એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. ૧૦૨૯.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૨૫૪-૨૫૬) * જે મનુષ્ય ધર્મનું સેવન કરવાવાળા છે તે કદાચિત્ મૃત્યુ પામે તોપણ જીવંત છે. પરંતુ જે મનુષ્ય પાપ કરવાવાળા છે તે જીવંત હોય તોપણ મરેલા છે. ૧૦૩).
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૬૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com