________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૧૮૭
પરમાગમ ચિંતામણિ )
* હું યોગી! એક અપને આત્માકે જાનનેસે યહ તીન લોક જાના જાતા હૈ કોંકિ આત્માકે ભાવરૂપ કેવલજ્ઞાનમેં યહ લોક પ્રતિબિંબિત હુઆ બસ રહા હૈ. ૯૮૨. (શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ-૧, ગાથા-૯૯)
-
* સ્વામીના કાર્યમાં ઉત્તમ સેવકની માફક સિદ્ધપ્રતિમા, જિનબિંબ, જિનમંદિર, ચાર પ્રકારના સંઘમાં તથા શાસ્ત્રમાં જે દાસત્વભાવ રાખવો, એ જ સમ્યગ્દષ્ટિનો વાત્સલ્ય નામનો અંગ એટલે ગુણ છે. ૯૮૩.
( શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૮૦૩) * કામકે સમાન રોગ નહીં હૈ, મોહકે સમાન શત્રુ નહીં હૈ, ક્રોધકે સમાન અગ્નિ નહીં હૈ, જ્ઞાનકે બરાબર સુખ નહીં હૈ. ૯૮૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૭)
***
* તું નિશ્ચયથી માન કે આ શરીર એક દુષ્ટ શત્રુના જેવું છે. શત્રુ જેમ હાથમાંથી છુટયા પછી ફરી કાબુમાં આવવો અત્યંત મુશ્કેલ છે, તેમ એ મનુષ્યશ૨ી૨ પણ એકવાર અબોધ પરિણામે છુટયાં પછી હાથમાં આવવું મુશ્કેલ છે. આત્મબોધ શરીરને કાબુમાં રાખવાનો એક અમોધ મંત્ર છે. વળી આ શરીર, તે આત્મબોધથી વંચિતપણે છુટયાં પછી એટલું જ્ઞાનબળ તારી પાસે નહિ રહે કે જેથી તું ફરી એને તારે વશ કરી શકે! તેથી જ આ અમૂલ્ય અવસરે તેની તારા ઉપરની સત્તાને નિર્મૂળ કર! ૯૮૫.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, બ્લોક-૧૯૪ )
* સંસારમાં મનુષ્ય ભોજનથી ક્ષુધાને, શીતળ જળથી તરસને, મંત્રથી ભૂતપિશાચાદિને, સામ, દામ, દંડ અને ભેદથી શત્રુને તથા ઔષધથી રોગોના સમૂહને શાંત કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાંત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને વિદ્વાન મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એક માત્ર ધર્મનું જ આચરણ કરે છે અને તેનાથી જ તે મૃત્યુ ઉપર વિજય મેળવે છે. ૯૮૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ. -૧, શ્લોક-૧૭૭)
* આત્મા અને દેહના ભેદવિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આહ્લાદથી જે આનંદિત છે તે તપ દ્વારા ભયાનક દુષ્કર્મોને ભોગવતો હોવા છતાં ખેદ પામતો નથી. ૯૮૭.
(શ્રી પૂજયપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૩૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com