________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
( ૧૮૫
* દર્શનમોહ રહિત ( સમ્યગ્દષ્ટિ ) ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, પરંતુ દર્શનમોહ સહિત મુનિ મોક્ષમાર્ગમાં સ્થિત નથી જ. તેથી મિથ્યાત્વી મુનિ કરતાં મિથ્યાત્વ રહિત ( સમ્યગ્દષ્ટિ) ગૃહસ્થ શ્રેષ્ઠ છે. ૯૭૧.
(શ્રી સમંતભદ્ર આચાર્ય, રત્નકદંડ શ્રાવકાચાર, ગાથા-૩૩) * જિસ સમય આત્મા શાંતભાવમેં સ્થિર હો જાતા હૈ વહી મકાન તીર્થ હૈ ઔર જબ યહુ આત્મા શાંતભાવમેં નહીં હૈ તબ તીર્થયાત્રા નિરર્થક હૈ. ૯૭૨.
-
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૧૧ )
* લોકમાં જે કંજૂસ મનુષ્યનું શરીર, ભોગ અને દાન રહિત એવા ધનરૂપી બંધનથી બંધાયેલું છે તેના જીવનનું શું પ્રયોજન છે? અર્થાત્ તેના જીવવાથી કાંઇ પણ લાભ નથી તેની અપેક્ષાએ તો તે કાગડો જ સારો છે કે જે ઊંચા અનેક વચનો (કા, કા) દ્વારા બીજાં કાગડાઓને બોલાવીને જ બિલ ખાય છે. ૯૭૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન-અધિકાર શ્લોક-૪૬)
* આ આત્મામાં જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે ત્યાં પરદ્રવ્યોનો કાંઈ પણ દોષ નથી, ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે; એ પ્રમાણે વિદિત થાઓ અને અજ્ઞાન અસ્ત થઇ જાઓ. હુ તો જ્ઞાન છું. ૯૭૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, કળશ - ૨૨૦)
***
* જો નિજવાણી સમજનારાની બુદ્ધિ પણ (કર્મોદયવશે ) નષ્ટ થઇને તે અન્યથા આચરણ કરે, તો પછી જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તેને શું દોષ દેવો? અરે, કર્મોદયને ધિક્કાર હો, ધિક્કાર હો, કેમ કે તેના વશ જીવને જિનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન છે. ૯૭૫.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૬૦)
-
* જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખ્યાકારો - (આલેખ્ય આકારો) સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે, તેમ જ્ઞાનરૂપી ભીંતમાં (જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં ) પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોના શેયાકા૨ો સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે. ૯૭૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૩૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com