________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૮૩ * ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. ૯૬૦.
(શ્રી સમયસાર, ગાથા-૭૧નો ભાવાર્થ ) * હે ભવ્ય ! વિષતુલ્ય અને કડવા એવા વિષયોમાં તને શું સ્વાદ ભરાઈ રહ્યો છે? કે જેથી તેની જ તૃષ્ણારૂપ અતિ દુઃખને અનુભવતો એ વિષયોને ઢંઢવામાં તારું અતિ મહાન નિજપદરૂપ અમૃત મલિન કરે છે અને મનની સેવીકા જે ઇન્દ્રિયો તેનો આંજ્ઞાંકિત સેવક થઇ તું એ જ વિષયોમાં પ્રવર્તે છે. પીત્તજ્વરવાળા જીવને જેમ વસ્તુસ્વાદ વિપરીત ભાસે તેમ વિષયાસકતપણાને લઇને રાગરસથી તું વિપરીત સ્વાદુ બન્યો છે. ૯૬૧.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૩૮) * જેમ લવણ પાણીમાં વિલીન થઇ જાય છે તેમ ચિત્ત ચૈતન્યમાં વિલીન થતાં જીવ સમરસી થઈ જાય છે – સમાધિમાં આ સિવાય બીજું શું કરવાનું છે? ૯૬૨.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૭૬ ) * જ્ઞાન આત્માના રૂપમાં પરિણમે ત્યારે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ બધાં (પાપો) ભાગી જાય – એમાંથી કોઈ પણ પાપ રહેતું નથી. ૯૬૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૂત જીવ અધિકાર, ગાથા-૩૭) * ભવ્યજન શ્રી અરહંતકી ભક્તિમે મગન હોકર ઐસા કહતા હૈ કિ હે જિનેન્દ્ર! કયા હમારે સાથ અપને મોક્ષરૂપી દેશમેં ન ચલાગે? ઉસ મુક્તિસે મિલનકે લિયે મેરે ભીતર આત્મારૂપી કમલકે રસકા અનુભવ પ્રગટ હો ગયા હૈ. મુજે શ્રી જિનેન્દ્રકા ઐસા ઉપદેશ મિલા હૈ કિ મેં આત્મારૂપ સૂર્યકા અનુભવ કરું વા વીતરાગભાવકો પ્રગટ કરું. ઉસી હિતકારી સહાયકભાવસે યહુ જીવ મુક્તિમું પ્રવેશ કર જાતા હૈ. ૯૬૪.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું-૧૫૭) * હે જિન! સંસારરૂપ તાપથી સંતાપ પામેલો હું જ્યાં સુધી દયારૂપ અમૃતની સંગતિથી શીતળતા પામેલા આપનાં બન્ને ચરણ-કમળને હૃદયમાં ધારણ કરું છું ત્યાં સુધી જ હું સુખી છું. ૬૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, કણાષ્ટક, શ્લોક-૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com