________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૧૮૧
પરમાગમ ચિંતામણિ )
*પર દ્વારા મારા ગુણ ( પર્યાય ) કરી કે હરી શકાતાં નથી અને મારા દ્વારા પરના ગુણ ઉત્પન્ન કરી કે દૂર કરી શકાતા નથી. તેથી પર દ્વારા મારા ગુણ અને મારા દ્વારા પરના કોઈ ગુણ ઉપકાર કરવામાં આવે છે અથવા કરવામાં આવતાં નથી. એ બધી કલ્પના મિથ્યા છે કે જે મોહથી અભિભૂત જીવો દ્વારા કરાય છે. ૯૪૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, સંવર અધિકાર, ગાથા-૧૬-૧૭
***
1
* હે યોગી! જો તું ચિન્તાઓંકો છોડેગા તો સંસારકા ભ્રમણ છૂટ જાયેગા, કોંકિ ચિંતામેં લગે હુએ છદ્મસ્થ અવસ્થાવાલે તીર્થંકરદેવ ભી ૫રમાત્માકા આચરણરૂપ શુદ્ધભાવોંકો નહીં પાતે. ૯૫૦.
(શ્રી યોગીન્દ્રવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, ગાથા-૧૭૦
* દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે તેથી ત્યાં વ્યવહા૨ધર્મનો પણ નિષેધ કરીએ છીએ. જે જીવ, આત્માનુભવના ઉપાયને તો કરતો નથી અને માત્ર બાહ્યક્રિયાકાંડમાં મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરી આત્માનુભવાદિમાં લગાવવા અર્થે વ્રત શીલ-સંયમાદિનું પણ અહીં હીનપણું પ્રગટ કરીએ છીએ, ત્યાં એમ ન સમજી લેવું કે એને (વ્રત-શીલ-સંયમાદિને) છોડી પાપમાં લાગી જવું, કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઇ અશુભવમાં જોડવાનું નથી પણ શુદ્ધોપયોગમાં લગાવવા માટે શુભોપયોગનો નિષેધ કરીએ છીએ. ૯૫૧.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકા૨-૮, પાનું- ૨૮૭)
***
* ભાવમોહ અપવિત્ર, આત્માના ગુણોનો ઘાત કરવાવાળો, રૌદ્રરૂપ ( ભયંકર રૂપ ), દુઃખ અને દુઃખરૂપ ફળને આપવાવાળો છે. એ ભાવમોહના વિષયમાં અધિક ક્યાં સુધી કહીએ ? માત્ર એ ભાવમોહ જ સંપૂર્ણ વિપત્તિઓનું સ્થાન છે. ૯૫૨.
( શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૧૦૬૩
* આત્મા સર્વજ્ઞસ્વરૂપ હૈ તથા રાગદ્વેષાદિ વ કર્માદિ રહિત શુદ્ધ હૈ, ભવ્યજીવ ઇસીકા સાધન કરતે હૈં. જિસને આત્મજ્ઞાન રહિત વ્રત પાલે, ચારિત્ર પાલા ઉસને મિથ્યા આત્માકા હી સેવન કિયા, મિથ્યા આગમકો હી જાના. ૯૫૩.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૧૪ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com