________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૭૯ * કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી, પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો ! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને – નિજસ્વરૂપને – છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે! ૯૪).
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૭૯) * જેમ ભૂખ્યો કૂતરો હાડકું ચાવે છે અને તેની અણી ચારેકોર મોઢામાં વાગે છે, જેથી ગાલ, તાળવું, જીભ અને જડબાનું માંસ ચીરાઇ જાય છે અને લોહી નીકળે છે, તે નીકળેલાં પોતાના જ લોહીને તે ખૂબ સ્વાદથી ચાટતો થકો આનંદિત થાય છે. તેવી જ રીતે અજ્ઞાની વિષય-લોલુપી જીવ કામ-ભોગમાં આસકત થઇને સંતાપ અને કષ્ટમાં ભલાઈ માને છે. કામક્રીડામાં શક્તિની હાનિ અને મળ-મૂત્રની ખાણ સાક્ષાત્ દેખાય છે તો પણ ગ્લાનિ કરતો નથી. રાગ-દ્વેષમાં જ મગ્ન રહે છે. ૯૪૧.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, બંધ દ્વાર, પદ-૩૮)
* * * * સંસારી જીવરાશિમાંથી જે કોઇ ગણતરીના સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા, તે સમસ્ત જીવ સકળ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધ-સ્વરૂપના અનુભવથી મોક્ષપદને પ્રાપ્ત થયાં. ભાવાર્થ આમ છે કે મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે. ૯૪૨.
(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૧૩૧) * જીવદ્રવ્ય ઉત્તમ ગણોનું ધામ છે- જ્ઞાનાદિ ઉત્તમ ગુણો એમાં જ છે. સર્વ દ્રવ્યોમાં એક જીવદ્રવ્ય જ પ્રધાન છે. કારણ કે સર્વ દ્રવ્યોને જીવે જ પ્રકાશે છે. સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે. અને અનંત જ્ઞાન- સુખાદિનો ભોકતા પણ જીવ જ છે. - એમ હે ભવ્ય! તું નિશ્ચયથી જાણ. ૯૪૩.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૨૦૪) * જિન ઇન્દ્રિયવિષયો કે ભોગનેસે નરનાથ (ચક્રવર્તી) ઔર ઇન્દ્ર ભી તૃપ્તિકો નહીં પ્રાસ હોતે હૈં ઉનસે ભલા સાધારણ મનુષ્ય કેસે તૃપ્ત હો સકતે હૈં? નહીં હો સકતે. ઠીક હૈ - જિસ નદીકે પ્રવાહમેં અતિશય બલવાન હાથી બહુ જાત હૈ ઉસમેં ક્ષુદ્ર ખરગોશોંકી વ્યવસ્થા કિસસે હો સકતી હૈ.? કિસીસે ભી નહીં હો સકતી હૈ. ૯૪૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com