________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪)
(પરમાગમ – ચિંતામણિ * મનુષ્યન્દ્રો, અસુરેંદ્રો અને સુરેંદ્રો સ્વાભાવિક (અર્થાત્ પરોક્ષ જ્ઞાનવાળાઓને જે સ્વાભાવિક છે એવી) ઇન્દ્રિયો વડે પીડિત વર્તતા થકા તે દુઃખ નહિ સહી શકવાથી રમ્ય વિષયોમાં રમે છે. ૯૧૩.
( શ્રી કુંદકુંદ આચાર્ય, પ્રવચનસાર, ગાથા-૬૩)
* *
*
* શંકા - સમ્યગ્દષ્ટિ જીવને તો પુણ્ય - પાપ બંને હેય છે, તો તે પુણ્ય કેમ કરે ? ત્યાં યુક્તિ સહિત સમાધાન આપે છે - જેમ કોઈ મનુષ્ય બીજા દેશમાં રહેતી (પોતાની) મનોહર સ્ત્રીની પાસેથી આવેલ મનુષ્યોને તે અર્થે દાન આપે છે અને સન્માન વગેરે કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ ઉપાદેયરૂપે નિજ શુદ્ધાત્માની જ ભાવના કરે છે અને જ્યારે ચારિત્રમોહના ઉદયથી તેમાં (શુદ્ધાત્માની ભાવના કરવામાં) અસમર્થ હોય છે ત્યારે નિર્દોષ પરમાત્મસ્વરૂપ અહંત અને સિદ્ધોની તથા તેમના આરાધક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની, પરમાત્પદની પ્રાપ્તિ માટે અને વિષય-કષાયોથી બચવા માટે, દાન-પૂજા વગેરેથી અથવા ગુણોની સ્તુતિથી પરમ ભક્તિ કરે છે.. ૯૧૪.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-૩૮ની ટીકામાંથી) * હે ચિત્ત! તે બાહ્ય સ્ત્રી આદિ પદાર્થોમાં જે સુખ જોયું છે તેમાં તને ભ્રાંતિથી ચિરકાળ સુધી અનુરાગ થયો છે, છતાં પણ તું તેનાથી અધિક સંતપ્ત થઈ રહ્યો છે. તેથી તેને છોડીને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કરે. તેના વિષયમાં સમ્યજ્ઞાનના આધારભૂત ગુરુ પાસેથી એવું કાંઇક સાંભળવામાં આવે છે કે પ્રાપ્ત થતાં સમસ્ત દુઃખોથી છુટકારો પામીને અવિનશ્વર (મોક્ષ) સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૯૧૫.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ. -૧, શ્લોક-૧૪૩)
* * *
* સર્પ કરડે તો એક જ વાર મરણ થાય છે, અને કુગુરુના સેવનથી તો મિથ્યાત્વાદિ પુષ્ટ થતાં જીવ નરક-નિગોદાદિકમાં અનંતવાર મરણ પામે છે; માટે હું ભદ્ર! સર્પનો સંગ સારો છે પણ કુગુરુનું સેવન સારું નથી. તું તે ન કર. ૯૧૬.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૩૭) (મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ ગાથા ઉધૂત કરી છે, પાનું-૧૮૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com