________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૫
પરમાગમ – ચિંતામણિ )
* સર્વ ક્ષેત્ર કે કાળમાં કોઈ પણ પ્રકાર કે કારણ વડે જીવ કાળથી બચ્યો નથી, બચતો નથી કે બચશે પણ નહિ. સર્વ શરીરધારી પ્રાણીઓ એ પ્રચંડ કાળને વશ વર્તી રહ્યાં છે. એ પ્રત્યક્ષ જોઈને હે જીવ! પ્રતિ પળે વિનાશ સન્મુખ જતાં શરીરને રાખવાની ચિંતા છોડી એક નિજ આત્માને જ રાગ-દ્વેષાદિ દુષ્પરિણામોથી હણાતો બચાવ, બચાવ! વિનાશી પદાર્થને રાખવાની માથાકુટ છોડી એ અવિનાશી નિજ આત્મપદનું રક્ષણ કર, રક્ષણ કર ! અને દેહનાશની ચિંતાથી નિશ્ચિંત થા, કારણ કે એ નિજપદ નથી પણ પર પદ છે. ૯૧૭.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૭૯ ) * જેને રાગાદિ થવાનો કંઈ પણ ખેદ નથી – તેના નાશનો ઉપાય નથી, તેને રાગાદિક બૂરા છે” એવું શ્રદ્ધાન પણ સંભવતું નથી. અને એવા શ્રદ્ધાન વિના તે સમ્યગ્દષ્ટિ કેવી રીતે હોય? જીવ – અજીવાદિતત્ત્વોને શ્રદ્ધાન કરવાનું પ્રયોજન તો એ એટલું જ શ્રદ્ધાન છે. ૯૧૮.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૭, પાનું – ૨૧૩) * હે યોગી ! જેના હૈયામાં જન્મ-મરણથી રહિત એવા એક પરમ દેવ નિવાસ કરે છે તે પરલોકને – (સિદ્ધ પદને) પામે છે. ૯૧૯.
( શ્રી મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૭૬ ) * જેને સ્વપરનું ભેદજ્ઞાન નથી તે જ પારદ્રવ્યમાં અહંકાર મમકાર કરે છે, ભેદવિજ્ઞાની નહિ. માટે પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ ભેદવિજ્ઞાન જ છે. ૯૨).
(શ્રી પ્રવચનસાર, ગાથા-૧૮૩નો ભાવાર્થ) * યોગ પરાયણ (ધ્યાનમાં લીન) યોગી, આ શું છે? કેવું છે? કોનું છે? શાથી છે? ક્યાં છે? ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહિ કરતો થકો પોતાના શરીરને પણ જાણતો નથી (–તેને પોતાના શરીરનો પણ ખ્યાલ રહેતો નથી.) ૯૨૧.
( શ્રી પૂજ્યપાદસ્વમી, ઇષ્ટોપદેશ, ગાથા-૪૨ ) * શુદ્ધ આત્મસ્વભાવકે પ્રકાશકી ટંકાર જ્યવંત હો જિસસે રાગદિ પરભાવ છિદ જાતે હૈં ઔર શરીર ભી ગલ જાતા હૈ, વિષયોંકા રાગ ચૂર્ણ હો જાતા હૈ ઔર પ્રસંશનીય ક્ષાયિક સમ્યગ્દર્શન તથા ક્ષાયિકચારિત્ર પ્રગટ હો જાતા હૈ. ૯૨૨.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૫૭૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com