________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬)
(પરમાગમ – ચિંતામણિ * જે શ્રમણ ગુણે હીન હોવા છતાં હું પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત્ ગર્વ કરીને ગુણે અધિક (શ્રમણ ) પાસેથી વિનય ઇચ્છે છે તે અનંત સંસારી થાય છે. ૯૨૩.
(શ્રી કુંદકુંદ આચાર્ય, પ્રવચનસાર, ગાથા-ર૬૬) * હે મૂઢ જીવ! તું અહીં અલ્પ દુઃખને પણ સહન કરી શકતો નથી તો વિચાર તો ખરો કે ચારગતિના ભયંકર દુઃખોના કારણભૂત કર્મોને તું શા માટે કરે છે? ૯૨૪.
(શ્રી યોગીન્દુદેવ, પરમાત્મપ્રકાશ, અધિકાર-૨, ગાથા-૧૨૦) * જૈસા કારણ હોતા હૈ વેસે કાર્યકી ઉત્પત્તિ હોતી હૈ. સમ્યગ્દષ્ટિ હી અપને શુદ્ધોપયોગ, અભ્યાસસે અનંત દર્શનકો પ્રકાશ કર સકતા હૈ. શુદ્ધાત્માને અનુભવસે હી અપના ઇષ્ટ કેવલજ્ઞાન સ્વરૂપ આત્મા હો જાતા હે વ આત્મા, અહિતકારી કર્મોકા ક્ષય હો જાતા હૈ. ૯૨૫.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-પ૩૫)
* * * * આ મારું અનિષ્ટ અથવા ઈષ્ટ ચિંતન કરે છે, એ બુદ્ધિ-વિચાર નિરર્થક છે. (કેમ કે) બીજાની ચિંતાથી બીજો પીડિત કે પાલિત થતો નથી. ૯૨૬,
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-૩૪) * જે જીવ, જિનબિમ્બભક્તિ આદિ કાર્યોમાં જ નિમગ્ન છે તેને આત્મશ્રદ્ધાનાદિ કરાવવા માટે “દેહમાં દેવ છે દેરામાં નથી' ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ, ત્યાં એમ ન સમજી લેવું કે ભક્તિ આદિ છોડી ભોજનાદિથી પોતાને સુખી કરવો. કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ એવું નથી. એ જ પ્રમાણે જ્યાં અન્ય વ્યવહારનો નિષેધ કર્યો હોય ત્યાં તેને યથાર્થ જાણી પ્રમાદી ન થવું, એમ સમજવું. જે કેવળ વ્યવહાર સાધનમાં જ મગ્ન છે તેને નિશ્ચય રુચિ કરાવવા અર્થે ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે. ૯૨૭.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૭, પાનું – ર૮૭) * શુદ્ધ ચૈતન્યમાં જેમનું ચિત્ત રકત છે એવા સંતોના ચરણ વડે સ્પર્શાવેલી ભૂમિ તીર્થપણાને પામે છે, તેમના નામથી પાપનો સંચય ક્ષય થાય છે અને દેવોનો સમૂહ દાસપણાને પામે છે. ૯૨૮.
( શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૨, શ્લોક-૨૨).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com