________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦)
(પરમાગમ – ચિંતામણિ * જેમ ચિન્તામણિરત્ન મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેમ જ ત્રસનો પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. (ત્યાં પણ) ઇયળ, કીડી, ભમરો વગેરેના શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામ્યો અને ઘણી પીડા સહન કરી. ૮૯૦.
(પં. દૌલતરામજી, છઢાળા, ઢાળ-૧, શ્લોક-૫) * અંધ મનુષ્ય તો નેત્રથી દેખાતો નથી, પણ વિષયાંધ મનુષ્ય કોઈ પ્રકારે દેખી શકતો નથી એટલે તે સર્વ અંધોમાં પણ મહા અંધ છે. ૮૯૧.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૩૫) * ખરેખર, સંસાર-શરીર-ભોગથી વિરકત થઇ ધારણ કર્યું છે યતિપણે જેમણે તેઓ આલંબન વિના શૂન્યમન એવા તો નથી. તો કેવા છે? જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભ ક્રિયા મોક્ષમાર્ગ નથી, શુભ ક્રિયા પણ મોક્ષમાર્ગ નથી, તે કાળે નિશ્ચયથી મુનિશ્વરોને જ્ઞાન અર્થાત્ શુદ્ધસ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે. કેવું છે જ્ઞાન? જે બાહ્યરૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધરૂપે પરિણમ્યું છે. ૮૯૨.
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૧૦૪)
*
*
*
* પરિણામસે હી જીવ કો બંધ કહા હૈ ઔર પરિણામસે હી મોક્ષ કહા – હૈ – યહુ સમજકર, હે જીવ! તૂ નિશ્ચયસે ઉન ભાવકો જાન. ૮૯૩.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૧૪) * જે મોહી જીવ છે તે આ સંસારને આધિ-માનસિક પીડાઓ, વ્યાધિ-શારીરિક કષ્ટપ્રદ રોગો, જન્મ, જરા, મરણ અને શોકાદિ ઉપદ્રવોથી યુક્ત ભયંકરરૂપે દેખતો હોવા છતાં પણ તેનાથી વિરકત થતો નથી ! એ મોહનું કેવું માહાત્મય છે? ૮૯૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, મોક્ષ અધિકાર, ગાથા-૪૮) * શેયરૂપ પરદ્રવ્યનો દોષ ન દેખો. ન જાણો કે પર્શિયની સન્નિધિ ( નિકટતા) નિમિત્ત માત્ર દેખી કરીને મારું દ્રવ્ય આણે મેલું કર્યું, આવી રીતે આ જીવ પોતે જૂઠો ભ્રમ કરે છે. તે પરયને તું કદી પણ સ્પર્યો જ નથી. છતાં તું તેનો દોષ દેખે છે. જાણે છે તે તારી આ હરામ- જાદવી (દુષ્ટતા, બદમાશી) છે. આવી રીતે એક તું જ જુઠો છો, તેનો કંઈ દોષ નથી તે સદા સાચું છે. ૮૯૫.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું-૧૧૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com