________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૭૧ * હે જીવ! આમ છે અને તેમ છે એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતા તે આવા શરીર તો અનંતવાર મેળવ્યાં અને છોડયો, ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીર (શરીર પ્રત્યેની મમત્વબુદ્ધિ ) એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. ૮૯૬.
( શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૯૮) * હે ભવ્ય! ગમે તે રીતે પહેલાં આત્મજ્ઞાન કરો તો તમે સ્વયં જ્ઞાન મૂર્તિ સુખધામ બની જશો. જે જ્ઞાન સાધ્ય છે તેને પકડતાં- અનુભવતાં તે પોતે સુખરૂપ પરિણમી જશે. (૯૭.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૧૦૩)
* * * * સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે. તેમનું જે સુખ છે તે જ એક ઉત્તમ સુખ છે. તેમના જે જ્ઞાન-દર્શન છે તે જ યથાર્થ જ્ઞાન-દર્શન છે, તથા બીજું પણ જે કાંઈ સિદ્ધોનું છે તે બધું મને પ્રિય છે. એના સિવાય બીજું કાંઈ પણ મને પ્રિય નથી. આ રીતે વિચાર કરતાં મેં ભયાનક સંસાર છોડીને અને તે સિદ્ધોના ઉત્કૃષ્ટ
સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોનેજ દઢતાપૂર્વક ધારણ કર્યા છે. ૮૯૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશતિ, સિદ્ધ-સ્તુતિ, શ્લોક-૨૮) * જિનધર્મનું આચરણ કરવું, સાધન કરવું તેમ જ પ્રભાવના કરવી – તે તો દૂર રહો, એક જિનધર્મના દઢ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ થતાં પણ નરકાદિ દુઃખોનો અભાવ થઈ જાય છે. ૮૯૯.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૧૨૭)
* * * * જીવોકો દુઃખ- સંકટોંસે સદા રક્ષા કરનેવાલા ધર્મ હી હૈં, ઇસલિયે અનંત સુખકે દેનેવાલે ઉસ ધર્મમં હે ભાઈ ! – પુરુષાર્થ કર. ૯OO.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૭૨ ) * વિષય-કષાયોમાં જતાં મનને પાછું વાળીને નિરંજન તત્ત્વમાં સ્થિર કરો. બસ! આટલું જ મોક્ષનું કારણ છે; બીજા કોઈ તંત્ર કે મંત્ર મોક્ષના કારણ નથી. ૯૦૧.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૬ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com