________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ),
(૧૬૯ * હે ભાઈ ! તારી નજર સામે તું શું નથી જોતો કે આ જગત કાળરૂપ પ્રચંડ પવનથી નિર્મળ થઇ રહ્યું છે! ભ્રાંતિને છોડ! જગતમાં કોઈની નામ માત્રની પણ સ્થિરતા નથી. જે દિવસની મંગળમય પ્રભાત જણાય છે, તે જ દિવસ અસ્તપણાને પ્રાપ્ત થાય છે. ભાઈ ! આ જગતનો સ્વભાવ જ ક્ષણભંગુર છે. પહાડ જેવા વિસ્તીર્ણ જણાતાં રૂપોનો ઘડી પછી અવશેષ પણ જણાતો નથી. કોણ જાણે શા કારણથી તું એ ઇન્દ્રિજાલવત્ જગતના ઇષ્ટ પદાર્થોમાં આશા બાંધી બાંધી ભમ્યા કરે છે ! ૮૮૫.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-પ૨) *...... પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે “હું મોક્ષનું સાધન કરું છું” પણ મોક્ષનું સાધન જે છે તેને તે (જૈનાભાસી) જાણતો પણ નથી, કેવળ સ્વાર્માદિકનું જ સાધન કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય, કારણ પોતાની પ્રતીતિ અનુસાર નફો - ફળ થતું નથી પણ જેવું સાધન કરે તેવું જ ફળ લાગે છે. ૮૮૬.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૭, પાનું-૨૪૫)
* * * * જેઓ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને કદાપિ છોડતા નથી તેઓ સારી રીતે કરેલા અભ્યાસના બળથી પરલોકમાં જતાં પણ નિશ્ચયથી (શુદ્ધ સ્વરૂપની દષ્ટિને) તજતાં નથી. શુદ્ધ ચિતૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો કે સંકલેશમાં તથા મરણમાં પણ તે વિનાશ પામે નહિ. ૮૮૭.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધિ. ૧૪, શ્લોક-૧૦-૨૦) * પોતાના આત્માને નિર્મળ સમ્યગ્દર્શનથી વિભૂષિત કરીને પ્રાણીઓનું નરકમાં રહેવું પણ ભલું છે. પરંતુ કઠિનતાથી જેનો નાશ થાય છે એવા મિથ્યાત્વરૂપીવિષના સેવનપૂર્વક સ્વર્ગમાં પણ રહેવું ભલું નથી. ૮૮૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, સર્ગ-૭, શ્લોક-૪૧) * તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ, (માનવપણું ) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાદષ્ટિ બની પાપ ઉપજાવે છે. ૮૮૯.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૨૦૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com