________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૮ )
(પરમાગમ – ચિંતામણિ
* જેની બન્ને બાજુ અગ્નિ સળગી રહી છે એવી એરંડની લાકડીની વચ્ચે ભરાયેલો કીડો જેમ અતિશય ખેદખિન્ન થાય છે તેમ આ શરીરરૂપ એરંડની લાકડીમાં ફસાયેલો જીવ જન્મ-મરણ આદિ દુ:ખોથી નિરંતર-ખેદખિન્ન થાય છે. એરંડની લાકડીમાં ફસાયેલો કીડો નાશી-ભાગીને ક્યાં જાય ? કારણ કે બન્ને તરફ અગ્નિ સળગી રહી છે. હૈ ભાઈ! આ શરીરની પણ એ જ દશા જાણીને તેનાથી તું મમત્વ છોડ, કે જેથી એ એરંડની લાકડીના કરતાં પણ અનંત દુઃખના કારણભૂત એવું શરીર જ ધારણ કરવું ન પડે. શરીર ઉરનો અનુરાગ જ નવાં નવાં શરીર ધારણનું કારણ છે એમ જાણી પૂર્વ મહાપુરુષોએ, એ શરીરથી સર્વથા સ્નેહ છોડયો હતો. ૮૮૦.
શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૬૩ * મનોહર પદાર્થના વિષયમાં પણ કંઈક નિયમિત (મર્યાદિત ) જ પ્રીતિ ઉત્પન્ન થાય છે. પરંતુ પરમાત્માના દર્શન થતાં સર્વ પ્રકારની પ્રીતિ સ્વયમેવ નષ્ટ થઈ જાય છે. ૮૮૧. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, શ્લોક-૫૬ ) * અરેરે ! લોકો સર્પને દેખીને દૂર ભાગે છે, તેમને તો કોઇ કાંઇ કહેતું નથી; કુગુરુરૂપી સર્પને છોડે છે તેને મૂઢજનો દુષ્ટ કહે છે! એ અત્યંત ખેદ છે.
પણ
૮૮૨.
( આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત-રત્નમાળા,
ગાથા-૩૬, “મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ ગાથા ઉષ્કૃત કરી છે, પાનું – ૧૮૨ )
* જ્ઞાનકા યહી કાર્ય હોના ચાહિયે જો અપને આત્માકા યથાર્થ જ્ઞાન પાવે. જ્ઞાની હોકર વીતરાગતાકે કારણોંકા અભિનંદન કિયા જાવે. જો કોઇ ઐસા ન કરકે શરીરકાવ શરીરકે સુખોંકા વશીકે સંબધિયોંકા અભિનંદન કરે તો વહુ આત્મશક્તિઘાતક અંતરાયકર્મોકો બાંધે વ દુર્ગતિકો પ્રાપ્ત હોવૈ. ૮૮૩.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૩૮૧ )
* જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે. તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે ) બાંધે છે. માટે એ બંને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ પણ ન કરો કા૨ણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે.) ૮૮૪.
( શ્રી કુંદકુદાચાર્ય, સમયસાર, ગાથા-૧૪૬–૧૪૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com