________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬)
(પરમાગમ – ચિંતામણિ * ઇન્દ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલોલુપ (તત્ત્વ-પ્રાપ્તિ માટે અતિ ઉત્સુક ) જેમનું ચિત્ત છે, તેમને સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે. ૭૫૯.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૩૫ ) * આ જગતમાં શુદ્ધ ચિતૂપની પ્રાપ્તિથી જેવો સંતોષ થાય છે તેવો સંતોષ ધનના ભંડાર, કલ્પવૃક્ષ, કામધેનુ, અમૃત, ચિન્તામણિરત્ન, સુર, અસુર, વિદ્યાધરોના ઇન્દ્રોની લક્ષ્મી, ભોગભૂમિમાં પ્રાપ્ત થતાં ઇન્દ્રિયના ભોગો કે અહમીદ્રની લક્ષ્મીની પ્રાપ્તિથી પણ થતો નથી. ૭૬૦.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૨, ગાથા-૧૦) * જેઓ અજ્ઞાન અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કર્તા માને છે, તેઓ ભલે મોક્ષને ઈચ્છનાર હોય તો પણ સામાન્ય (લૌકિક) જનોની માફક તેમનો પણ મોક્ષ થતો નથી. ૭૬૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૯૯)
* * * * જેવી રીતે ઉચિત કાળે –સમયે (ફળદ્રુપ) જમીનમાં વાવેલું વડલાનું બીજ (મોટી) છાયાના વૈભવને અને બહુ ફળોરૂપે ફળ આપે છે - ફળે છે, તેવી રીતે ઉચિત સમયે પાત્રને આપેલું થોડું પણ દાન જીવોને ઉત્તમ ઐશ્વર્ય અને વિભૂતિયુક્ત ઇચ્છિત ભોગોપભોગ આદિ અનેક ફળોરૂપે ફળે છે. ૭૬૨
(શ્રી સમંતભદ્રસ્વામી, રત્નકાંડ શ્રાવકચાર, શ્લોક-૧૧૬) * દેહ જડ છે, જાણે એક મડદાનું સ્થાન જ છે; તે રજ અને વીર્યથી ભરેલું છે. મળ-મૂત્રરૂપી ખેતરનો કયારો છે, રોગોનું પોટલું છે. આત્માનું સ્વરૂપ ઢાંકનાર કષ્ટોનો સમૂહુ છે અને આત્મધ્યાનથી ભિન્ન છે. હે જીવ! આ દેહુ સુખનો ઘાત કરે છે તોપણ તને પ્રિય લાગે છે; છેવટે એ તને છોડશે જ તો પછી તું જ એનો સ્નેહ કેમ છોડી દેતો નથી ? ૬૬૩.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, બંધ દ્વાર, પદ-૩૮) * વિષયસુખોને ભોગવતો હોવા છતાં જે પોતાના હૃદયમાં તેને ધારણ કરતો નથી ( –અર્થાત્ તેમાં સુખ માનતો નથી) તે અલ્પકાળમાં શાશ્વત સુખ પામે છે. ૭૬૪.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com