________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૧૫૧
ચિંતામણિ )
* પરમાણુથી કોઈ નાનું અને આકાશથી કોઈ મોટું નથી, એમ કહેનારા પુરુષોએ જગતમાં દીન અને સ્વાભિમાની પુરુષોને જોયા નથી. દીન અને સ્વાભિમાની જનોને જો તેઓએ જોયા હોત તો તેઓ દીનને છોડી ૫૨માણુને નાનો અને સ્વાભિમાની પુરુષને છોડી આકાશને મોટું કહેત નહિ. કારણ દીન જન પરમાણુથી પણ હલકો છે તથા સ્વાભિમાની મનુષ્ય આકાશથી પણ મહાન છે. ૭૮૫.
પરમાગમ
1
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૧૫૨ ) * આ અર્જુના મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ આત્માને, સાંખ્યતીઓની જેમ, (સર્વથા ) અકર્તા ન માનો; ભેદજ્ઞાન થયા પહેલાં તેને નિરંતર કર્તા માનો અને ભેદજ્ઞાન થયા પછી ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ દેખો. ૭૮૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર- ટીકા, કળશ- ૨૦૫) * શરીર છુટતાં સુધી, પૃથ્વી ઉપર સુરગિરિ મેરૂપર્વતની માફક, સ્વ શુદ્ધ આત્મામાં મારા નિશ્ચલ, સુસ્થિર, પરિણામ ભાવ હો. ૭૮૭.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૬, ગાથા-૧૩)
***
* પોતાના કોઈ સંબંધી પુરુષનું મૃત્યુ થતાં જે અજ્ઞાન વશે શોક કરે છે તેની પાસે ગુણની ગંધ પણ નથી, પરંતુ દોષ તેની પાસે ઘણાં છે એ નક્કી છે. આ શોકથી તેનું દુ:ખ અધિક વધે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થ નષ્ટ થાય છે. બુદ્ધિમાં વિપરીતતા આવે છે તથા પાપ (આશાતાવેદનીય ) કર્મનો બંધ પણ થાય છે, રોગ ઉત્પન્ન થાય છે અને અંતે મરણ પામીને તે નરકાદિ દુર્ગતિ પામે છે. આ રીતે તેનું સંસાર પરિભ્રમણ લાંબુ થઇ જાય છે. ૭૮૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, અનિત્ય પંચાશત, શ્લોક-૪૫ )
* શુદ્ધ આત્મા સત્ અને અહેતુક હોવાને લીધે અનાદિ-અનંત અને સ્વત:સિદ્ધ છે તેથી આત્માને શુદ્ધ આત્મા જ ધ્રુવ છે, (તેને) બીજું કાંઈ ધ્રુવ નથી. આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ હોવાને લીધે એકપણું છે. ૭૮૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, ગાથા-૧૯૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com