________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૫૩ * ખરેખર ક્ષાયિક જ્ઞાનનું, સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત પરમ માહાભ્ય છે, અને જે જ્ઞાન એકીસાથે જ સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે તે જ્ઞાન-પોતામાં સમસ્ત વસ્તુઓના જ્ઞયાકારો ટૂંકોત્કીર્ણન્યાયે સ્થિત હોવાથી જેણે નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે અને સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી જેણે સ્વાભાવપ્રકાશક ક્ષાયિકભાવ પ્રગટ કર્યો છેએવું ત્રણે કાળે સદાય વિષમ રહેતા અને અનંત પ્રકારોને લીધે વિચિત્રતાને પામેલા એવા આખાય સર્વ પદાર્થોના સમૂહને જાણતું થયું, અક્રમે અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પહોંચી વળતું હોવાથી જેણે અદ્ભુત માહાભ્ય પ્રગટ કર્યું છે એવું સર્વગત જ છે. ૭૯૬.
(શ્રી અમૃચંદ્રચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૫૧)
* * * * જેઓએ અંતરંગદષ્ટિથી અલૌકિક સિદ્ધસ્વરૂપ તેજને જોયું નથી તે મૂર્ખ મનુષ્યોને સ્ત્રી, સુવર્ણ આદિ પદાર્થ પ્રિય લાગે છે, પરંતુ જે ભવ્ય જીવોનું હૃદય સિદ્ધોના સ્વરૂપરૂપી રસથી ભરાઈ ગયું છે તે ભવ્ય સમસ્ત સામ્રાજ્યને તણખલાં સમાન જાણે છે તથા શરીરને પર સમજે છે અને તેને ભોગ, રોગ સમાન લાગે છે. ૭૯૭.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશતિ, સિદ્ધસ્તુતિ, શ્લોક-૨૨) * આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપ ગ્રહણ કરવા માટે વલખાં મારે છે, તથા એક વિષયને છોડીને અન્યનું ગ્રહણ કરવા માટે આ જીવ એવાં વલખાં મારે છે, પણ પરિણામે શું સિદ્ધ થાય છે? જે મણની ભૂખવાળાને કણ મળ્યો પણ તેથી તેની ભૂખ મટે ? તેમ સર્વ ગ્રહણની જેને ઇચ્છા છે તેને કોઈ એક વિષયનું ગ્રહણ થતાં ઇચ્છા કેમ મટે? અને ઈચ્છા મટ્યા વિના સુખ પણ થાય. નહિ. માટે એ બધા ઉપાય જૂઠા છે. ૭૯૮.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૩, પાનું-પર)
*
*
*
* અવિરત સમ્યગ્દષ્ટિકે ભીતર શુદ્ધ આત્મતત્ત્વકા પ્રકાશ યા અનુભવ યા દર્શન હો જાતા હૈ, ઉસકે અંતરંગમેં શુદ્ધાત્મા ઝલક જાતા હૈ, વહ શુદ્ધ ભાવકો અશુદ્ધ ભાવોએ ભિન્ન જાનકર સર્વ હી અશુદ્ધ ભાવોંકા ત્યાગી હો જાતા હૈ, ૭૯૯.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૫ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com