________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૩
પરમાગમ – ચિંતામણિ)
* ચારિત્ર પરવશ થયું થયું જીવને સંસાર ઉત્પન્ન કરે છે અને નિજ ઘરમાં રહ્યું થયું જીવને જગતથી પાર કરે છે. ૮૫૧.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું-૧૫૬) * જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તે બોલતો હોવા છતાં બોલતો નથી, ચાલતો હોવા છતાં ચાલતો નથી અને દેખતો હોવા છતાં દેખતો નથી. ૮૫૨.
( શ્રી પૂજ્યપાસ્વામી, ઇબ્દોપદેશ, ગાથા-૪૧) * કોઇ તર્ક કરે કે – જ્ઞાનમાં સર્વ શેય ઉપચારથી છે તો સર્વજ્ઞપદ ઉપચરિત થયું, ઉચ્ચાર જૂઠ છે તો શું સર્વજ્ઞપદ જૂઠું થયું? તેનું સમાધાન- જેને ઉપચાર માત્રમાં જ લોકાલોક ભાસ્યો તો તેના નિશ્ચય – જ્ઞાનનો મહિમા કોણ કહે? આ જ્ઞાન જ, સ્વસંવેદનરૂપ થયું થયું સર્વને જાણે છે. ૮૫૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૭૩)
* * * * પુણ્યસે ઘરમેં ધન હોતા હૈ, ઔર ધનસે અભિમાન, માનસે બુદ્ધિભ્રમ હોતા હૈ, બુદ્ધિકે ભ્રમ હોનેસે (અવિવેકસે ) પાપ હોતા હૈ, ઇસલિયે ઐસા પુણ્ય હમારે ન હોવે. ૮૫૪.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૨, ગાથા-૬૦) * કોઇ નિદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો વા જાઓ તથા મરણ આજે જ થાઓ વા યુગાંતરે થાઓ! પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. એવો ન્યાય વિચારી, નિંદાપ્રસંશાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યાયરૂપ મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. અહો ! દેવગુરુધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો અન્યધર્મ કેવી રીતે થાય? ૮૫૫.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધ્યાય-૬, પાનું - ૧૯૯) * આ મનુષ્યના શરીર વિષે એક-એક અંગુલમાં છ—–છ— રોગ હોય છે. તો બાકીના સમસ્ત શરીર વિશે કેટલા રોગ કહેવા એ સમજો. (આખા શરીરમાં પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસો ચોરાશી રોગ રહેલા છે.) ૮૫૬.
( શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૩૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com