________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૪ )
(પરમાગમ ચિંતામણિ
* જીવ એકલો મરે છે અને સ્વયં એલો જન્મે છે; એકલાનું મરણ થાય છે અને એકલો રજરહિત થયો થકો સિદ્ધ થાય છે. ૮૫૭.
(શ્રી કુંદકુંદાચાર્યદેવ, નિયમસાર, ગાથા-૧૦૧) * પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઇ તેને લઇ જાઓ, અથવા નષ્ટ થઇ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું: કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી, − હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, - હું જ મારો સ્વામી છું' –એમ હું જાણું છું. ૮૫૮.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૦૯
***
-
* જે દેશાદિના નિમિત્તે સમ્યગ્દર્શન મલિન થતું હોય અને વ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, તે મનુષ્ય, તે દ્રવ્ય તથા તે ક્રિયાઓનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૮૫૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, ઉપાસક સંસ્કાર, શ્લોક-૨૬)
* જિસ તરહ મન વિષયોંમેં રમણ કરતા હૈ, ઉસ: તરહ દિ વહુ આત્માકો જાનનેમેં ૨મણ કરે, તો હું યોગિજનો! યોગી કહતે હૈં કિ જીવ શીઘ્ર હી નિર્વાણ પા
જાય. ૮૬૦.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૫૦)
***
* શરીરકા સ્વભાવ અનિષ્ટ હૈ યહુ સર્વ પદાર્થોકો અશુદ્ધ કરનેકા સ્થાન હૈ ઐસા જાનો. શરીરકા મોહી જ્ઞાનસ્વભાવી આત્માકા શ્રદ્ધાન નહીં કર પાતા હૈ. ઇસ શરીરકા સ્વાગત કરના અનંત દુઃખોંકા બીજ હૈ. ૮૬૧.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૩૮ ) * જેમ જ્ઞેય પદાર્થોના જ્ઞાનની સિદ્ધિને માટે (ઘટપટાદિ પદાર્થોને જોવા માટે જ) દીવામાં તેલ પૂરવામાં આવે છે અને દીવાને ખસેડવામાં આવે છે તેમ, શ્રમણ શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિની સિદ્ધિને માટે (–શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા માટે જ) તે શરીરને ખવડાવતો અને ચલાવતો હોવાથી યુક્તાહારવિહારી હોય છે. ૮૬૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૨૨૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com