________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૬૫ * જે પુગલ વર્તમાનકાળમાં શુભ દેખાય છે તે જ પુદ્ગલ પૂર્વે અનંત ભવમાં દુઃખ દેવાવાળા અશુભપણે પરિણમ્યા હતાં અને જે પુદ્ગલ વર્તમાનકાળમાં અશુભ દેખાય છે તે જ પૂર્વે અનંતવાર સુખકારી થયાં હતાં, સર્વ પ્રકારના પુદ્ગલ દ્રવ્ય અનંતવાર આહાર-શરીર-ઇન્દ્રિયરૂપ પરિણમ્યા થકાં તે સર્વને અનંતવાર ભોગવ્યા અને ત્યાગ કર્યો, એવા સર્વ પુદ્ગલના ગ્રહણ- ત્યાગમાં શું આશ્ચર્ય છે? ૮૬૩.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૪૧૬-૧૭) * ભાઈ ! તારી આ બધી પ્રવૃત્તિ મને તો રેતીમાં તેલ શોધવા જેવી અથવા વિષ પ્રાશન કરી (-ખાઇને) જીવન વૃદ્ધિ કરવાની ઇચ્છા જેવી વિચિત્ર અને ઉન્મત્ત લાગે છે. ભાઈ ! આશારૂપ ગ્રહ (ભૂત) નો નિગ્રહ કરવામાં જ સુખ છે. તૃષ્ણાથી કોઇ કાળે કે કોઇ ક્ષેત્રમાં સુખ નથી. એ ટૂંકુ પણ મહદ્ સૂત્ર શું તને નથી સમજાતું? – કે આ વ્યર્થ પરિશ્રમ (-પ્રવૃત્તિ) તું કરી રહ્યો છે! ૮૬૪.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૪૨)
* * *
* ઐસા કોઇ શરીર નહીં જો ઇસને ન ધારણ કિયા હો, ઐસા કોઇ ક્ષેત્ર નહીં હૈ કિ જહાં ન ઉત્પન્ન હુઆ હો ઔર ન મરણ કિયા હો, ઐસા કોઈ કાલ નહીં હૈ કિ જિસમેં ઇસને જન્મ-મરણ ન કિયે હોં, ઐસા કોઇ ભવ નહિ જો ઇસને પાયા ન હો,
ઔર ઐસે અશુદ્ધ ભાવ નહીં હૈ જો ઇસકે ન હુએ હો. ઇસ તરહ અનંત પરાવર્તન ઇસને કિયે હૈં. ૮૬૫.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૧ ગાથા-૭૭) | * જિન તીર્થકરોકે ચરણોંકો ઇન્દ્ર ચક્રવર્તી આદિ લોકશિરોમણિ પુરુષ અપની કાંતિરૂપી જલસે ધોતે હૈં, જો લોક અલોકકો દેખનેવાલે ઐસે કેવલજ્ઞાનરૂપી રાજ્યલક્ષ્મીકે ધારી હૈ, ઐસે તીર્થકર ભી આયુકર્મક સમાપ્ત હોને પર ઇસ શરીરકો છોડકર મોક્ષકો ચલે જાતે હૈં, તો ફિર અન્ય અલ્પાયુ ધારી માનવકે જીવનકા કયા ભરોસા? ૮૬૬.
( શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩OO) * મોક્ષના અર્થી એવા મને કોઈની પણ સાથે – મિત્ર – શત્રુ કે મધ્યસ્થનજીકમાં વર્તતા પ્રાણી સાથે કામ નથી. ૮૬૭.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૬, ગાથા-૨).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com