________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર)
(પરમાગમ – ચિંતામણિ * જેમ કોઇ મનુષ્ય બહુમૂલ્ય ચંદનને અગ્નિ માટે બાળે છે, તેમ અજ્ઞાની જીવ વિષયોની વાંછામાં નિર્વાણનું કારણ જે મનુષ્યભવ તેનો નાશ કરે છે. ૮૪૬.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૮૩૭) * યહુ જ શુદ્ધોપયોગ હૈ વહુ તીન ભવનમેં બહુત બલવાન હૈ. ઉસકે સમાન કિસીકા બલ નહીં હૈ. ઈસી ભાવમું આનંદ હૈ. ઉસ આનંદકો લિયે હુએ આત્મા સિદ્ધિકો પા લેતા હૈ. ઐસે આનંદકધારી જિનેન્દ્રભગવાન તારણ મુક્તિકો જા રહે હૈં. ૮૪૭.
(શ્રી તારણસ્વામી, મમલ પાહુડ, ભાગ-૨ પાનું- ૧૬૫ ) * આ સંસારમાં સવિચારરૂપ બુદ્ધિ હોવી પરમ દુર્લભ છે. તેમાં પણ પરલોક હિતાર્થ ભણી બુદ્ધિ થવી તો અત્યંત દુર્લભ છે એવી બુદ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ જે જીવો પ્રમાદી બની રહ્યાં છે તે જોઈ જ્ઞાની પુરુષોને પણ શોક અને દયા ઉત્પન્ન થાય છે. ૮૪૮.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૯૪)
* * *
*... સમ્યક આત્મતત્ત્વને પામીને પણ, જો જીવ રાગ – વૈષને નિર્મૂળ કરે છે, તો શુદ્ધ આત્માને અનુભવે (પરંતુ) જો ફરીફરીને તેમને અનુસરે છે – રાગદ્વેષરૂપે પરિણમે છે, તો પ્રમાદ-આધીનપણાને લીધે શુદ્ધાત્મત્ત્વના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ જવાથી અંતરમાં ખેદ પામે છે. આથી મારે રાગદ્વેષને ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. ૮૪૯.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૮૧) * જેમના મુખનું દર્શન કરવાથી ભક્તજનોના નેત્રોની ચંચળતા નષ્ટ થાય છે. અને સ્થિર થવાની આદત વધે છે અર્થાત્ એકદમ ટકટકી લગાવીને જોવા લાગે છે, જે મુદ્રા જોવાથી કેવળ ભગવાનનું સ્મરણ થઇ જાય છે, જેની સામે સુરેન્દ્રની સંપત્તિ પણ તણખલા સમાન તુચ્છ ભાસવા લાગે છે, જેના ગુણોનું ગાન કરવાથી હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જે બુદ્ધિ મલિન હતી તે પવિત્ર થઈ જાય છે. પંડિત બનારસીદાસજી કહે છે કે જિનરાજના પ્રતિબિંબનો આ પ્રત્યક્ષ મહિમા છે. જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર સમાન સુશોભિત લાગે છે. ૮૫).
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, ચતુદર્શ ગુણસ્થાનાધિકાર, પદ-૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com