________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦)
(પરમાગમ – ચિંતામણિ * છ દ્રવ્યો અને નવ પદાર્થોના ઉપદેશનું નામ દેશના છે. તે દેશનાથી પરિણત આચાર્યાદિની પ્રાપ્તિ અને ઉપદિષ્ટ અર્થનું ગ્રહણ, ધારણ તથા વિચારણાની શક્તિ સમાગમને દેશનાલબ્ધિ કહે છે. ૮૩૬.
(શ્રી ધવલા પુસ્તક-૬, પાનું-૨૦૪ ) * ત્રણ લોકમાં આ જીવને જે કાંઈ પણ સુખ અથવા દુઃખ (સંયોગિક સુખદુઃખ) થાય છે તે બધું દૈવના પ્રભાવથી થાય છે, અન્યથી નહિ. એમ સમજીને જે શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ છે તે કદી પણ પોતાના મનની શાંતિનો ભંગ કરતો નથી. ૮૩૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૬૭), * વહી સમ્યગ્દર્શન શુદ્ધ કહા ગયા હૈ જહાં આત્માને સ્વરૂપમેં શંકા ન કી જાવે, ઉસી સમ્યકત્વમેં જમે રહના ચાહિયે. કિસી ભી સ્થાન પર રહો. કિસી ભી સ્થાન પર યહ સમ્યકત્વ પૈદા હો સકતા હૈ. યહ સમ્યકત્વ હી શ્રેષ્ઠ હૈ. દઢ હૈ. વ પ્રમાણરૂપ હૈ. યહ સમ્યકત્વ કિસી જીવકે હી પ્રકાશ હોતા હૈ, કોઈ હી જીવકી દષ્ટિ અપને અર્થ પર જાતી હૈ. ૮૩૮.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-ર૬ )
* * * * સમુદ્ર વિષે રહેલો વડવાનલ અગ્નિ સમુદ્રના જળને શોષે છે. તેમ સંસાર વિષે માનસિક દુઃખરૂપી ભયંકર વડવાનલ એટલો બધો દુઃખપ્રદ છે કે તે જીવને પ્રાપ્ત વિષયો પણ સુખ ભોગવવા દેતો નથી અને અપ્રાપ્ત વિષયોની ઝંખનામાં ને ઝંખનામાં સદોદીત બાળ્યા કરે છે. અને એ રીતે તેના શાંતભાવરૂપ નિજ-પ્રાણને પ્રતિપળે શોધ્યા કરે છે. ૮૩૯.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૮૭) * અરિહંતાદિક પ્રત્યે જે સતવનાદિરૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ પરિણામ છે તથા સમસ્ત કપાયભાવ મટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે તો એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાતિકર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વીગરાગ વિશેષજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે (ધાતિકર્મ) હીન થાય તેટલા અંશથી તે (વીતરાગ વિશેષજ્ઞાન) પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિ વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. ૮૪૦.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ-૧, પાનું- ૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com