________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮)
(પરમાગમ – ચિંતામણિ * જીવ સ્વયં પવિત્ર રત્નત્રયના આરાધનમાં પ્રવૃત્ત થાય છે, (ઠીક છે) સ્વભાવે નિર્મલ શંખ કોના દ્વારા શુક્લપણામાં પરિવર્તિત કરાય છે? કોઈના ય દ્વારા નહિ સ્વભાવથી જ શુક્લપણે પરિવર્તિત થાય છે. ૮૨૪.
( શ્રી યોગસાર પ્રાકૃત, અમિતગતિ આચાર્ય, સંવર અધિકાર, ગાથા-૩૭) * સૌથી પહેલાં અધ્યાત્મશાસ્ત્રોનું શ્રવણ-મનન કરવું; એના સિવાયના પ્રયોજન વગરના અન્ય શાસ્ત્રોનું શ્રવણ-મનન કરનાર જીવ મનપસંદ સુખને કઈ રીતે પામશે ? ૮૨૫.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૨૬) * ચિદ્રુપતા (ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ – એ બંનેનો, અંતરંગમાં દારૂણ વિદારણ વડ (અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડ), ચોતરફથી વિભાગ કરીને (-સમસ્ત પ્રકારે બંનેને જુદાં કરીને), આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન-ઘનના પુંજમાં સ્થિત અને બીજાથી એટલે રાગથી રહિત એવા હૈ સપુરુષો ! તમે મુદિત થાઓ, ૮૨૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમસાર-ટીકા, કળશ-૧૨૬ )
* * *
* હે જીવ! તે મોહને વશ થઇને, જે દુઃખ છે તેને સુખ માની લીધું અને જે સુખ છે તેને દુઃખ માની લીધું; તેથી તે મોક્ષ પામ્યો નહિ. ૮૨૭.
(મુનિવર રામસિંહ પાહુડદોહા, ગાથા-૧૦) * જેવી રીતે મૂછિત મનુષ્ય સ્વાભાવિક ચેતના પામીને (હોંશમાં આવીને) પોતાની ભૂલાયેલી વસ્તુની શોધ કરવા માંડે છે તેવી જ રીતે જે ભવ્ય પ્રાણી પોતાના સ્વાભાવિક ચૈતન્યનો આશ્રય લે છે તે ક્રમે કરીને એકત્વ પામી પોતાના સ્વાભાવિક ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને નિશ્ચિતપણે જ પ્રાપ્ત કરી લે છે. ૮૨૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ; સબોધ ચંદ્રોદય, શ્લોક-૧૫) * સર્વ વિકલ્પો બંધ થઈ જવાથી કોઇ એક એવો અવિનાશી ભાવ ઉત્પન્ન થાય છે જે આત્માનો સ્વભાવ છે. નિશ્ચયથી તે જ ભાવ મોક્ષનું કારણ છે. ૮૨૯.
(શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૬૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com