________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬)
(પરમાગમ – ચિંતામણિ * જિસ પ્રકાર નીમકે વૃક્ષમેં ઉત્પન્ન હુઆ કીડા ઉસે કડવે રસકો પીતા હુઆ ઉસે મીઠા જાનતા હૈ, ઉસી પ્રકારસંસારરૂપી વિષ્ટામેં ઉત્પન્ન હુએ યે મનુષ્યરૂપી કીડ
સ્ત્રી-સંભોગસે ઉત્પન્ન હુએ ખેદકો હી સુખ માનતે હુએ ઉસકી પ્રશંસા કરતે હૈં ઔર ઉસીમેં પ્રીતિ કો પ્રાપ્ત હોતે હૈં. ૮૧ર.
(શ્રી જિનસેનાચાર્ય, આદિપુરાણ. ભાગ-૧, ગાથા-૧૭૯-૧૮૦) * શુદ્ધ ચિતૂપના ધ્યાનરૂપ ગિરિ ઉપર ચઢેલા સાધકને જો પરકાર્યની અલ્પ પણ ચિંતા ઉદ્દભવે છે તો તે ચિંતા ધ્યાન-પર્વતને ચૂર્ણ કરી દેવા મહાન વજ સમાન બળવાન થઈ પડે છે. અર્થાત્ અલ્પ પણ સાંસારિક કાર્યની ચિંતા શુદ્ધ આત્મધ્યાનમાંથી ચલાયમાન કરી દે છે. ૮૧૩.
( શ્રી જ્ઞાનભૂપણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૩, ગાથા-૬) * આ સમ્યગ્દર્શન, સજ્ઞાન, સમ્યફચારિત્રરૂપી રત્નત્રયમયી જૈનધર્મ સંસારરૂપી સર્પને દૂર કરવા નાગદમની નામની ઔષધી છે, દુ:ખની મહાન આગને બુઝાવવા માટે જળધારા છે તથા મોક્ષસુખરૂપી અમૃતનું સરોવર છે, માટે તે જયવંત રહો. ૮૧૪.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ ધર્મોપદેશામૃત, શ્લોક-૭૮) * જેનું આત્યંતર (ઉપાદાન) મૂળ હેતુ છે એવા ગુણ-દોષની ઉત્પત્તિમાં જે બાહ્ય વસ્તુ નિમિત્ત છે તે અધ્યાત્મવૃત અર્થાત્ મોક્ષમાર્ગીની દ્રષ્ટિમાં ગૌણ છે. કારણ કે હે ભગવાન! આપના શાસનમાં આભ્યતર (અંતરંગ ઉપાદાન) હેતુ જ પર્યાપ્ત છે.
૮૧૫.
(શ્રી સમતભદ્રાચાર્ય, સ્વયંભૂસ્તોત્ર, શ્લોક-૫૯) * મિથ્યાદષ્ટિ કોઇ કાળમાં કોઇ પદાર્થને સત્ય જાણે તોપણ તેના નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાનપૂર્વક જાણતો ન હોવાથી અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ પ્રયોજન જ સાધે છે તેથી તેને સમ્યજ્ઞાન કહેતા નથી. ૮૧૬.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૪, પાનું –૮૯ ) * ઉત્સર્ગ અને અપવાદના વિરોધ વડે થતું જે આચરણનું દુઃસ્થિત-પણું તે સર્વથા નિષેધ્ય (ત્યાજ્ય) છે અને, તે અર્થે જ, પરસ્પર સાપેક્ષ એવા ઉત્સર્ગ અને અપવાદ વડે જેની વૃત્તિ (-ક્યાતિ, કાર્ય) પ્રગટ થાય છે એવો સ્વાદ્વાદ સર્વથા અનુગમ્ય (અનુસરવાયોગ્ય) છે. ૮૧૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-ર૩૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com