________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૫૯ * જેમ મેઘ પોતાના પ્રયોજન વિના-ઇચ્છા વિના જ લોકોના પુણ્યોદયના નિમિત્તે, પુણ્યશાળી જીવોના દેશમાં ગમન અને ગર્જના કરીને પુષ્કળ વરસાદ વરસાવે છે, તેમ ભગવાન આપ્તનો, લોકોના પુણ્ય નિમિત્તે પુણ્યવાન જીવોના દેશોમાં, વિના ઇચ્છાએ વિહાર થાય છે અને ત્યાં ધર્મ-રૂપ અમૃતની વર્ષા થાય છે. ૮૩).
(શ્રી સમંતભદ્રસ્વામી, રત્નકરંડક શ્રાવકાચાર, ગાથા-૮ના ભાવાર્થમાંથી) * મનમંદિર ઉજ્જડ થતાં તેમાં કોઇ પણ સંકલ્પ વિકલ્પનો વાસ ન રહેતાં અને સમસ્ત ઇન્દ્રિયોનો વ્યાપાર નષ્ટ થઈ જતાં આત્માનો સ્વભાવ અવશ્ય પ્રગટ થાય છે અને તે સ્વભાવ પ્રગટ થતાં આ આત્મા જ પરમાત્મા બની જાય છે. ૮૩૧.
(શ્રી દેવસેન આચાર્ય, આરાધનાસાર, ગાથા-૮૪) * શરીરમાં આત્મબુદ્ધિ રાખનાર બહિરાત્મા સંપૂર્ણ શાસ્ત્રોનો જાણનારો હોવા છતાં તથા જાગતો હોવા છતાં કર્મબંધનથી છૂટતો નથી; કિન્તુ ભેદજ્ઞાની – અંતરાત્મા નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં કર્મબંધનથી મુક્ત થાય છે. ૮૩ર
(શ્રી પૂજયપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૯૪) * જિતના કુછ શરીરકા રાગ હૈ વહુ આત્માને હિતમે અનિષ્ટ દેખા ગયા હૈ, જ્ઞાન વિજ્ઞાન જો આત્માકો ઇષ્ટ હૈ, ઉનસે વિયોગ રહતા હૈ, અનિષ્ટ બાતોમે સ્વભાવ રંગ જાતા હૈ, અનિષ્ટકી અનુમોદનાસે દુર્ગતિકા લાભ હોતા હૈ. ૮૩૩.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૨૮) * સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ ઊંચા પર્વતના શિખર પર સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીધ્ર જ નાશ પામનાર છે. છતાં પણ જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશના નાશ કરે છે અથવા વ્યાકુળ થઇને સૂકી નદી તરે છે અથવા તરસથી પીડાઇને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે. ૮૩૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્ય પંચાશત શ્લોક-૪૩) * વાસ્તવમાં વચન દ્વારા કોઈ પણ આત્મા નિંદા કે સ્તુતિને પ્રાપ્ત થતો નથી. નિંદા કરવામાં આવી છે કે મારી સ્તુતિ કરવામાં આવી છે એમ મોહના યોગથી માને છે. ૮૩પ.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-૩૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com