________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૧
પરમાગમ – ચિંતામણિ)
* પૂર્વકર્મોક ઉદયસે આપત્તિયોકે આ જાને પર વીરતા હી પરમ રક્ષક હૈ. બારબાર શોચ કરના ઉચિત નહીં હૈ. ૮૪૧.
( શ્રી કુલધર આચાર્ય, સાર સમુચય શ્લોક-૧૭૧)
* * * * સોનાને કાદવ સમાન, રાજ્યપદને અત્યંત તુચ્છ, લોકોની મૈત્રીને મૃત્યુ સમાન, પ્રશંસાને ગાળ સમાન, યોગની ક્રિયાઓને ઝેર સમાન, મંત્રાદિ યુક્તિઓને દુ:ખ સમાન, લૌકિક ઉન્નતિને અનર્થ સમાન, શરીરની કાન્તિને રાખ સમાન, સંસારની માયાને જંજાળ સમાન, ઘરના નિવાસને બાણની અણી સમાન, કુટુંબના કામને કાળ સમાન, લોક-લાજને લાળ સમાન, સુયશને નાકના મેલ સમાન અને ભાગ્યોદયને વિષ્ટા સમાન જે જાણે છે તેને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૮૪૨.
( શ્રી બનારસીદાસજી, સમયસાર નાટક, બંધ દ્વાર, પદ-૧૯) * કોઈ તૃષાદિ દુ:ખથી પીડિત પ્રાણીને દેખી કરુણાને લીધે તેનો પ્રતિકાર ( ઉપાય) કરવાની ઈચ્છાથી ચિત્તમાં આકુળતા થવી તે અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો, નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (પોતે નીચેના ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે. ૮૪૩.
(અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય-ટીકા, ગાથા-૧૩૭) * મોહના ઉદયરૂપ વિષથી મિશ્રિત સ્વર્ગનું સુખ પણ જો નશ્વર હોય તો ભલા બીજા તુચ્છ સુખના સંબંધમાં શું કહેવું? અર્થાત્ તે તો અત્યંત વિનર અને હેય છે. જ, તેથી મને એવા સંસાર સુખથી બસ થાવ-હું એવું સંસાર સુખ ચાહતો નથી. ૮૪૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વભાવનાદશક, શ્લોક-૭)
* * * * શરીરની સહેજ માત્ર સોબત એ જ સર્વ દુઃખનું કારણ છે, એમ જાણીને શરીરને ફેંકી દેતી વખતે હાથનો પોંચો પકડી રોકવાવાળું જ્ઞાન જો હાજર ન હોત તો કયા મુનિ એ કૃતજ્ઞ શરીરની સાથે ક્ષણ માત્ર પણ રહેવા ઈચ્છે? – કોઈ નહિ. ૮૪૫.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૧૧૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com