________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૯
પરમાગમ – ચિંતામણિ)
* જો કે કર્મોનો સંબંધ સર્વ જીવોને સમાન છે તોપણ બુદ્ધિમાન પુરુષને ( જ્ઞાનીને ) તે હોવા છતાં નહીં હોવા સમાન જ છે; જેમ કરવામાં પ્રવીણ એવા તરવૈયાને માટે વધેલો નદીનો પ્રવાહ. ૭૭૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદીપંચવિંશતિ, નિશ્ચય પંચાશત, ગાથા-પ૭) * વ્યક્તિ દૂસરોંકી નિંદા કરનેમેં મૌન રખતે હૈં તથા અપની પ્રશંશાસે ઉદાસીન હૈં, કભી અપની બડાઇ નહીં કરતે હૈં ઔર જો ઇસ પ્રકારક ગુણોસે યુક્ત હૈં વે સર્વલોકમે પૂજનીય હૈ. ૭૭૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય શ્લોક-૮૬) * પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે, જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઈષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિ ઊપજતાં નથી, અને ત્યારે જ સાચો ધર્મ થાય છે. ૭૭૬.
( શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૭, પાનું – ૨૩૨ )
* * * * વિધિ-દેવ-ભાગ્ય ભુજંગને સમાન ટેઢા ચલતા હૈ. કભી વૈભવ, શિખર પર ચઢતા હૈ તો કભી વિપત્તિકી ખાઇમેં ગિરાતા હૈ. આજ શ્રીમંત હૈ તો કલ દરિદ્રી બનકર ઘુમતા ફિરતા હૈ. જીવન પવનવેગકી તરહ ચંચલ હૈ. ધન કમાનસે કષ્ટ, ઉસકી રક્ષા કરનેમેં કષ્ટ. અંતમેં કિસી કારણસે ધનકા વિયોગ હોને પર યહ જીવ અતિ કરી હોતા હૈ. યૌવન શીધ્ર હી નષ્ટપ્રાય હોતા હૈ. તથાપિ યહ જીવ સંસારકી નાનાવિધ સંકટ પરંપરાસે ભયભીત હોતા નહીં. યહ બડા આશ્ચર્ય હૈ. ૭૭૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક- ર૬૧) * આગમની પર્યુપાસના રહિત જગતને આગમોપદેશપૂર્વક સ્વાનુભવ નહિ થતો હોવાથી તેને “આ અમૂર્તિક આત્મા તે હું છું અને આ સમાનક્ષેત્રાવગાહી શરીરાદિક તે પર છે' એમ, તથા “આ ઉપયોગ તે હું છું અને આ ઉપયોગમિશ્રિત મોહરાગદ્વેષાદિભાવો તે પર છે” એમ -પરનું ભેદજ્ઞાન થતું નથી; તેમ જ તેને આગમોપદેશપૂર્વક સ્વાનુભવ નહિ થતો હોવાથી “હું જ્ઞાનસ્વભાવી એક પરમાત્મા છું' એવું પરમાત્મજ્ઞાન પણ થતું નથી. ૭૭૮.
(શ્રી પ્રવચનસાર, ગાથા-૨૩૩ નો ભાવર્થ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com