________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮)
(પરમાગમ – ચિંતામણિ * હે અસંતોષી આત્મા! સર્વ જગતની માયાને અંગીકાર કરવાની અભિલાષારૂપ પરિણામથી તો તે આ જગતમાં કંઈ પણ છોડયું નથી. તારાથી જે કંઈ બચવા પામ્યું હોય તે તો તારી ભોગ કરવાની અશક્તિથી જ. જેમ રાહુથી ગળાતાં ચંદ્ર સૂર્ય જો બચવા પામ્યા હોય તો તે માત્ર રાહુની અશક્તિથી જ. ૭૭૦.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૩૯)
*
*
*
* ચિતૂપનું સ્મરણ મનુષ્યોને મોક્ષરૂપ વૃક્ષનું બીજ, સંસારરૂપ સમુદ્રમાં નૌકા, દુ:ખરૂપવનને (બાળવા) અગ્નિ, કર્મથી ભય પામેલાને (કર્મરૂપ શત્રુથી બચવાનું આશ્રયસ્થાન) કિલ્લો, વિકલ્પરૂપ ધૂળને (ઉડાડવા) પવન, પાપોને રોકનાર, મોહનો જય કરવામાં શસ્ત્ર, નરક, તિર્યંચ આદિ અશુભ પર્યાયરૂપ રોગને ટાળવા ઔષધ અને તપ, વિદ્યા તથા અનેક ગુણોનું ઘર સારી રીતે છે. ૭૭૧
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૨, ગાથા-૨) * જે પુરુષ અજ્ઞાની છે - વાસ્તવિકપણે હિત-અહિતને જાણતા નથી – તેનો સંસાર તો સ્ત્રી – પુત્ર આદિ જ છે. પરંતુ જે વિદ્વાન છે, શાસ્ત્રોનો અક્ષરાભ્યાસ તો કરી ચુકયા છે પણ આત્મધ્યાનથી શૂન્ય છે તેમનો સંસાર શાસ્ત્ર છે. ૭૭૨,
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસારપ્રાકૃત, અધિકાર-૭ ગાથા-૪૪)
* * *
* જો કોઈ જીવ અપશબ્દોનો પ્રયોગ કરે છે તો વિવેકી સાધુ એમ વિચારે છે કે આ મનુષ્ય મને ક્રોધથી માત્ર ગાળ જ આપી છે, મારેલ તો નથી. જો તે મારવા લાગી જાય તો તે સાધુ આમ વિચારે છે કે તેણે મને માત્ર માર્યો જ છે, પ્રાણોનો નાશ તો તેથી કર્યો. પરંતુ જો તે પ્રાણોનો નાશ કરવામાં ઉદ્યત થઇ જાય તો તેઓ એમ વિચારે છે કે આણે ક્રોધને વશીભૂત થઇને માત્ર મારા પ્રાણોનો જ નાશ કર્યો છે પરંતુ મારા પ્રિય ધર્મનો તો નાશ નથી કર્યો માટે મારે આ બિચારા અજ્ઞાની પ્રાણી ઉપર ક્રોધ કરવો ઉચિત નથી કારણ કે ક્રોધ ધર્મનો નાશ કરે છે અને પાપનો સંચય કરે છે એમ સમજી બુદ્ધિમાન સાધુ ક્ષમા જ કરે છે. ૭૭૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિરત્નસંદોહ, શ્લોક-૩૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com