________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૪૭ * કેવો છે તે અર્હપ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. ૭૬૫.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર- ટીકા, ગાથા-૧) * સુખમાં, દુઃખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપદ્રવમાં - બાવીશ પરિષહોમાં અને ચાર પ્રકારના ઉપસર્ગ આવી પડે ત્યારે શુદ્ધ આત્માનું ચિંતન કરું. ૭૬૬
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાન-૬, શ્લોક-૧૭)
*
*
*
* જે આંધળા અને લંગડાનો ભેદ બરાબર જણે છે, તે બન્નેના સંયોગના કારણે ભ્રમમાં પડી લંગડાની દૃષ્ટિને આંધળામાં આરોપતો નથી–અર્થાત્ આંધળાને દષ્ટિહીન અને લંગડાને દષ્ટિવાન સમજે છે, તેવી રીતે ભેદજ્ઞાન-અંતરાત્મા, આત્મા અને શરીરના સંયોગસંબંધથી ભ્રમમાં પડી કદી પણ શરીરમાં આત્માની કલ્પના કરતો નથી અર્થાત્ તે શરીરને ચેતના રહિત જડ અને આત્માને જ્ઞાનદર્શનસ્વરૂપ જ સમજે છે. ૭૬૭.
(શ્રી પૂજ્યપાદ આચાર્ય, સમાધિતંત્ર, શ્લોક-૯૨) * જે પ્રાણી ક્રોધી હોય, નિર્દય અર્થાત્ કૂરધર્મી હોય, તથા મધુ-માંસ-મધ અને પરસ્ત્રીલંપટ તથા આસક્ત, વ્યસની અને અત્યંત પાપી હોય તથા દેવ-શાસ્ત્રગુરુઓના સમૂહની નિંદા કરવાવાળા અને પોતાની પ્રસંશા કરવાવાળા હોય તથા નાસ્તિક હોય એવા જીવો પ્રત્યે રાગ-દ્વેષ રહિત મધ્યસ્થભાવ રહેવો, તેને ઉપેક્ષા કહી છે. ઉદાસીનતા (વીતરાગતા ) નું નામ ઉપક્ષા છે તેથી તે મધ્યસ્થભાવના છે. ૭૬૮.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૭ ગાથા-૧૪) * જે પુરુષ રાત્રિભોજન છોડે છે તે એક વર્ષ દિવસમાં છ માસના ઉપવાસ કરે છે. રાત્રિભોજનના ત્યાગથી ભોજન સંબંધી આરંભ પણ ત્યાગે છે તથા વ્યાપારાદિ સંબંધી આરંભ પણ છોડે છે. તેથી તે જીવ મહાન દયા પાલન કરે છે. ૭૬૯.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૩૮૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com