________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૫
પરમાગમ – ચિંતામણિ )
* હે અજ્ઞાની મનુષ્ય ! આ સમસ્ત જગત ઇન્દ્રજાળ સમાન વિનશ્વર અને કેળના થડ સમાન નિઃસાર છે. આ વાત શું તું નથી જાણતો? શું શાસ્ત્રમાં સાંભળ્યું નથી? અને શું પ્રત્યક્ષ નથી દેખતો? અર્થાત્ તમે એને અવશ્ય જાણો છો, સાંભળો છો અને પ્રત્યક્ષપણે પણ દેખો છો તો પછી ભલા અહીં પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મરણ થતાં શોક કેમ કરો છો? અર્થાત્ શોક છોડીને એવો કાંઈક પ્રયત્ન કરો કે જેથી શાશ્વત, ઉત્તમ સુખના સ્થાનભૂત મોક્ષને પામી શકો. ૭૫૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્ય પંચાશત, શ્લોક-૧૨)
* * *
* જે કોઈ નિકટ સંસારી સમ્યગ્દષ્ટિ જીવો નિરંતર શુદ્ધ જ્ઞાનરૂપ પરિણમે છે, અનેક પ્રકારની ક્રિયાને મોક્ષમાર્ગ જાણી કરતા નથી; (ભાવાર્થ આમ છે કે જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે, તેમ અનેક પ્રકારની ક્રિયા વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે); “ક્રિયા તો કાંઈ નથી' – એમ જાણી વિષયી – અસંયમી પણ કદાચિત થતાં નથી. ૭પ૬.
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૧૧૧) * હે જીવ! કુટુંબી આદિ લોકોનો તારી સાથે કાંઇ સંબંધ નથી, અને ન તારું તેમની સાથે કાંઈ આ લોક સંબંધી પ્રયોજન છે, એ તો પોતાના સ્વાર્થ માટે તારા શરીર ઉપર પ્રેમ રાખે છે માટે તું તારા આત્મહિતમાં મગ્ન થા. એ લોકો શરીરમાં તન્મય થઈ રહ્યાં છે, તેથી શરીરના જેવા જ જડબુદ્ધિ છે અને તું ચૈતન્ય છો, એમનાથી જુદો છો, તેથી રાગ-દ્વેષનો સંબંધ તોડીને પોતાનું આત્મબળ પ્રગટ કર અને સુખી થા. ૭પ૭.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સાધ્યસાધક દ્વાર, પદ - ૯)
* * *
* સમરસીભાવકા લક્ષણ ઐસા હૈ કિ જિનકે ઇન્દ્ર ઔર કીટ દોનોં સમાન, ચિંતામણિરત્ન ઔર કંકડ દોનોં સમાન હો અથવા જ્ઞાનાદિ ગુણ ઔર ગુણી નિજ શુદ્ધાત્મ દ્રવ્ય ઈન દોનોંકા એકીભાવરૂપ પરિણમન વહ સમરસીભાવ હૈ. ૭૫૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૧૫૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com