________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૪૩ * સુખ ભોવવામાં પાપ નથી પણ સુખના અનન્ય કારણરૂપ એવા ધર્મનો ઘાત કરવાવાળા કાર્યાદિનો આરંભ કરવો એમાં પાપ છે. જેમ મિષ્ટ અન્નના ભોજનથી અજીર્ણાદિ રોગ થતાં નથી, પરંતુ ગૃદ્ધિતા પૂર્વક ભોજનની માત્રા ઉલ્લંઘન કરવાથી અજીર્ણાદિ રોગ થાય છે. અજીર્ણનું કારણ મિષ્ટભોજન નથી, પણ આસકિતપૂર્વક અતિભોજન એ જ અજીર્ણાદિ રોગનું કારણ છે. તેમ હું ભાઈ ! પાપનું મુખ્ય કારણ વિષયાદિ સેવન નથી પણ ધર્મનો ઘાત કરી અતિ કષાય વશ થઇ અન્યાયરૂપ પ્રવર્તવું એ જ છે. ૭૪૫.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૭)
* * * * આ દેહમાં ઠેકઠેકાણે લોહીના કુંડ અને વાળના ઝુંડ છે, એ હાડકાંઓથી ભરેલો છે જાણે ચૂડલોનું નિવાસસ્થાન જ છે. જરાક ધક્કે લાગતાં એવી રીતે ફાટી જાય છે જાણે કાગળનું પડીકું અથવા કપડાની જૂની ચાદર. એ પોતાનો અસ્થિર સ્વભાવ પ્રગટ કરે છે. પણ મૂર્ખાઓ એના પ્રત્યે સ્નેહ કરે છે. એ સુખનો ઘાતક અને બુરાઇઓની ખાણ છે. એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી સંસારમાં ભટકનાર થઈ ગઈ છે. ૭૪૬.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, બંધદ્વાર, પદ-૪૧) * સંપત્તિ પુણ્યનો ક્ષય થવાથી ક્ષય પામે છે, નહિ કે દાન કરવાથી માટે શ્રાવકો! તમે નિરંતર પાત્રદાન કરો. શું તમે એ નથી જોતાં કે કૂવામાંથી ચારે તરફથી કાઢવામાં આવતું હોવા છતાં પણ પાણી હંમેશા વધતું જ રહે છે. ૭૪૭.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન અધિકાર, શ્લોક-૩૮)
* * *
* કર્મોકી ગતિ સર્પક સમાન કુટિલ હૈં. કભી રાજા બના દેતે હૈ કભી રંક. સ્ત્રિયોંકા મન ભી ચંચલ હૈં. સંસારકા ઐશ્વર્ય ભી સ્થાયી નહીં, પાનીકી લહરીકે સમાન ચપલ હૈ. મનુષ્યના મન ભી ઈધર-ઉધર દૌડા કરતા હૈ. સંકલ્પ મદસે મત્ત સ્ત્રિયોંકી આંખોકી તરહુ બહનેવાલા હૈ, યે સબ અસ્થિર હૈં, કેવલ એક મૃત્યુ હી નિશ્ચિત હૈઐસા માનકર બુદ્ધિમાન પુરુષ તાત્ત્વિક ધર્મમેં મન લગાવે. ૭૪૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિત રત્નસંદોહ, શ્લોક-૩૧૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com