________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦)
(પરમામગમ – ચિંતામણિ * “ઇષ્ટ સિદ્ધિનો ઉપાય સુબોધ છે (અર્થાત્ મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે), સુબોધ સુશાસ્ત્રથી થાય છે, સુશાસ્ત્રની ઉત્પત્તિ આમથી થાય છે, માટે તેમના પ્રસાદને લીધે આમ પુરુષ બુધજનો વડે પૂજવાયોગગ્ય છે (અર્થાત્ મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે ), કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો) ભૂલતા નથી.” ૦૭૯
( શ્રી નિયમસાર, ગાથા-૬નો ઉદ્ધત શ્લોક, શ્રી વિધાનંદસ્વામી)
* * * * હે દેવ! આપ દયા કરીને મારા જન્મનો નાશ કરો, આ એક જ વાત મારે આપને કહેવાની છે. હું જન્મથી અતિશય બળેલો છું જેથી હું બહુ પ્રલાપ કરું છું. ૭૮૦.
(શ્રી પંઘનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, કરુણાટક, ગાથા-૬) * રોગોથી પીડાયેલો, લાકડી, મુષ્ટિ આદિ વડે પ્રહાર કરાયેલો, દોરડા, આદિથી બંધાયેલો, પોતાના આત્માનું સ્મરણ કરતાં દુઃખી થતો નથી. પોતાના આત્માના ચિંતનથી સુધા વડે, ઠંડી વડે, પવન વડે, તૃષા વડે, તાપ વડે, દુઃખી થાય નહિ. ૭૮૧.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય - ૧૪, ગાથા-૧૫) * મિથ્યા વ નાશવંત ઈસ શરીરને સાથ અપવિત્ર અનેક અનંતાનંત ભાવ મિથ્યાષ્ટિ કિયા કરતા હૈ, ઉસ શરીરકો હી સત્ય જાનતા હૈ, મિથ્યાદષ્ટિ અપના બૂરા હી કરતા હૈ. ૭૮૨.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૨૪૭)
* * *
* જે જીવ, જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયોપશમ વિના તથા વિશિષ્ટ ગુરુના સંયોગ વિના તત્ત્વાર્થને જાણી શકતો નથી તે જીવ જિનવચનમાં આ પ્રમાણે શ્રદ્ધાન કરે છે કે - “જિનેન્દ્રદેવે જે તત્ત્વ કહ્યું છે તે બધુંય ભલા પ્રકારથી હું ઇષ્ટ કરું છું' એ પ્રમાણે પણ તે શ્રદ્ધાવાન થાય છે. ૭૮૩.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથ-૩૨૪ ) * દુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખના કારણો મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે, એ જ સાચો પરિષહજય છે. ૭૮૪.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ, -૭, પાનું – ૨૩૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com