________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦)
(પરમાગમ – ચિંતામણિ * જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને જે ભાવ વેદાય છે (અર્થાત વેદભાવ) તે બંને ભાવો સમયે સમયે વિશાન પામે છે – એવું જાણનાર જ્ઞાની તે બંને ભાવોને કદાપિ વાંછતો નથી. ૭૩).
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૨૧૬) * ઉન્નત બુદ્ધિના ધારક ભવ્ય જીવોને વાંચવા માટે ભક્તિથી જે પુસ્તકનું દાન આપવામાં આવે છે અથવા તેમને તત્ત્વનું વ્યાખ્યાન આપવામાં આવે છે, તેને વિદ્વાનો શ્રુતદાન (જ્ઞાનદાન) કહે છે. આ જ્ઞાનદાન સિદ્ધ થતાં થોડા જ ભાવોમાં મનુષ્ય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે જેના વડે સમસ્ત વિશ્વ સાક્ષાત્ દેખાય છે અને જે પ્રગટ થતાં ત્રણે લોકના પ્રાણી ઉત્સવની શોભા કરે છે. ૭૩૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દેશવ્રત ઉધોતન, શ્લોક-૧૦)
* * * * ઈસ સંસારમેં દેહાદિ સમસ્ત સામગ્રી અવિનાશી નહીં હૈ, જૈસા શુદ્ધ બુદ્ધ પરમાત્મા અકૃત્રિમ હૈ, વૈસા દેહાદિમૅસે કોઈ ભી નહીં હૈ. સબ ક્ષણભંગુર હૈ. શુદ્ધાત્મ તત્ત્વક ભાવનાએ રહિત જો મિથ્યાત્વ વિષય-કષાય હૈ ઉનસે આસકત હોકે જીવને જો કર્મ ઉપાર્જન કિયે હૈં, ઉન કર્મોસે જબ યહુ જીવ પરભવમે ગમન કરતા હૈ, તબ શરીર ભી સાથ નહીં જાતા. ઈસલિયે ઈસ લોકમેં ઇન દેહાદિક સબકો વિનશ્વર જાનકર દેહાદિકી મમતા છોડના ચાહિયે, ઔર સકલ વિભાવ રહિત નિજ શુદ્ધાત્મ પદાર્થકી ભાવના કરની ચાહિયે. ૭૩ર.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૨, ગાથા-૧૨૯)
* * *
* તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી પરંતુ ત્યાં તો એવો અભિપ્રાય છે કે જીવ-અજીવને ઓળખી પોતાને વા પરને જેમ છે તેમ માનવાં, આસવને ઓળખી તેને હેય માનવો, બંધને ઓળખી તેને અહિત માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું તથા મોક્ષને ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું. એ પ્રમાણે તત્ત્વાર્થ-શ્રદ્ધાનનો અભિપ્રાય છે. ૭૩૩.
( શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૯, પાનું ૩૧૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com