________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૩૯ * હે સર્વજ્ઞ! જે આકાશના ગર્ભમાં ત્રણેય લોક પરમાણુની લીલા ધારણ કરે છે. અર્થાત્ પરમાણુ સમાન જણાય છે, તે આકાશ પણ આપના જ્ઞાનમાં પરમાણુ જેવું લાગે છે. આવો મહિમા બ્રહ્મા-વિષ્ણુ વગેરે કોઇ બીજાનો નથી. ૭૨૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ઋષભ સ્તોત્ર, શ્લોકપ૬) * જિનેન્દ્રભગવાનનાં ચરણકમળમાં દષ્ટિ કરનાર (શ્રદ્ધા કરનાર) સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી સુખની ઉત્પત્તિના સ્થાનરૂપ હોતી થકી મને એવી રીતે સુખી કરે કે જેવી રીતે સુખની ભૂમિ કામિની કામી પુરુષને સુખી કરે છે, પવિત્ર શીલવાળી હોતી થકી મને એવી રીતે પાળે કે જેવી રીતે પવિત્ર શીલવાળી માતા પોતાના પુત્રને પાળે છે અને આઠ મૂળગુણરૂપી અલંકારથી યુક્ત હોતી થકી મને એવી રીતે પવિત્ર કરે કે જેવી રીતે ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે, તેમ તે (સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી) મને પવિત્ર કરે. ૭ર૬.
( શ્રી સમંતભદ્રાચાર્ય, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૧૫૦)
* * * * હે ભગવાન! દીનતા પૂર્વક સમસ્ત સંસારમાં ભ્રમણ કરીને જેનો આત્મા થાકી ગયો છે એવો હું, મારી સર્વ શક્તિ લગાવીને, અત્યંત લોભથી આજ આપના શરણમાં આવ્યો છું. આપ જ મારું સર્વસ્વ છો. આપને પ્રાપ્ત કરીને વિવાદોથી મારે શું પ્રયોજન છે! ૭ર૭.
(શ્રી અમૃતચંદ્ર આચાર્ય, લઘુતત્ત્વસ્ફોટ, સ્તુતિ-૯, શ્લોક-૨૫)
* * * * ક્રમપૂર્વક જાણવું, નિયત આત્મપ્રદેશથી જ જાણવું, અમુકને જ જાણવું - ઇત્યાદિ મર્યાદાઓ મતિ-શ્રતાદિ ક્ષાયોપશમિક જ્ઞાનમાં જ સંભવે છે. ક્ષાયિક જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગપદ્ સર્વ આત્મપ્રદેશથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને – તે પદાર્થો અનેક પ્રકારના અને વિરૂદ્ધ જાતિના હોવા છતાં પણ – જાણે છે અર્થાત્ કેવળજ્ઞાન એક જ સમયે સર્વ આત્મપ્રદેશથી સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણે છે. ૭ર૮.
(શ્રી પ્રવચનસાર, ગાથા-૪૭નો ભાવાર્થ) * આ સગુરુઓની આજ્ઞા છે. સમસ્ત સિદ્ધાંતોનો આ જ સાર છે. કર્તવ્યોમાં મુખ્ય કર્તવ્ય આ છે કે પોતાના ચિતૂપ આત્મામાં વિશુદ્ધિ કરવી. ૭૨૯.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધિ. ૧૩, શ્લોક-૨૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com