________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૧૨૯
પરમાગમ ચિંતામણિ )
* કાયવિકારને છોડીને જ ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક્ ભાવના ) કરે છે તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૬૭૨.
-
(શ્ર. પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર- ટીકા, શ્લોક-૯૩)
* આ જીવ જ્યાં સુધી ચેતન-અચેતનરૂપ ૫૨-પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ ૨ાખે છે-૫૨૫દાર્થોને પોતાના સમજે છે ત્યાં સુધી મોહ-મિથ્યાત્વ વધતો રહે છે. ૬૭૩. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રભમૃત, અધિ. ૩, ગાથા-૩)
* સ્યાત્કારશ્રીના (સ્યાત્કારરૂપી લક્ષ્મીના ) વસવાટને વશ વર્તતા નયસમૂહો વડે (જીવો ) જુએ તોપણ અને પ્રમાણ વડે જુએ તોપણ સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધચૈતન્યમાત્ર જ દેખે છે જ. ૬૭૪.
(શ્રીઅમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, કળશ-૧૯ )
***
* જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે. ૬૭૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૩૧)
* જો કોઈ વીતરાગ સ્વસંવેદન પ્રત્યક્ષજ્ઞાની જીવ આરાધને યોગ્ય નિજ પદાર્થ ઔર ત્યાગને યોગ્ય રાગાદિ સકલ વિભાવોંકો મનમેં જાન કર શાંતભાવ તિતે હૈં ઔર જિનકી લગન નિજ શુદ્ધાત્મસ્વભાવમેં હુઇ હૈં, વે હી જીવ ઈસ સંસારમેં સુખી હૈ.
૬૭૬.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૪૩) ***
* જે જેનો સ્વ ભાવ છે તે તેનું ‘સ્વ’ અને તે તેનો (સ્વ ભાવનો ) સ્વામી છે –એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની ( પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું ‘સ્વ’ નથી, હું આનો સ્વામી નથી એમ જાણતો થકો પદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી.) ૬૭૭.
',
(શ્રી અમૃતચંદ્રચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૨૦૭
Please inform us of any errors on rajesh@Atma Dharma.com