________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૨૭ * મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધજ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મના સંન્યાસકાળમાં ( અર્થાત પ્રત્યાખ્યાનમાં ), સંવરમાં અને શુદ્ધયોગમાં (શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાંયનો આશ્રયઅવલંબન શુદ્ધાત્મા જ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી. ૬૬૩.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૩૫)
* * *
* શુદ્ધ-નિશ્ચયન કર આત્માકા અનંતજ્ઞાનાદિ સ્વરૂપકા ઈન કર્મોને ન તો નાશ કિયા, ઔર ન નયા ઉત્પન્ન કિયા, આત્મા તો જૈસા હૈ વૈસા હી હૈ. ઐસે અખંડ પરમાત્માકા તૂ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં સ્થિર હોકર ધ્યાન કર. યહાં પર યહુ તાત્પર્ય હૈ કિ જો જીવપદાર્થ કર્મોસે ન હુરા ગયા, ન ઉપજા, ઔર કિસી દૂસરી તરહ નહીં કિયા ગયા, વહી ચિદાનંદસ્વરૂપ ઉપાદયે હૈ. ૬૬૪.
(શ્રી યોગીન્દ્રવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧. ગાથા-૪૮)
*
*
*
* પૂર્વ પુણ્યોદયથી જે મનુષ્ય સંસારસુખના સાધનભૂત સ્ત્રી, લક્ષ્મી આદિથી નિરંતર પરમ સુખને (પોતે માનેલાં) અનુભવતો હતો – તેમાં જ સદોદીત ટેવાયેલો હતો, તે જ મનુષ્ય જ્ઞાનસંપન્ન થઈ યૌવન અવસ્થા જ પ્રવજ્યા ધારણ કરી દુર્ધર તપાદિ આચરી એવો થાય છે કે – જેને તપોવનમાં હિરણ જેવાં ચંચળ દષ્ટિવંત પ્રાણીઓ અર્ધ બળેલાં કાષ્ટનાં ટૂંકા સમાન અવલોકી પોતાના અંગની ખાજ મટાડવા પોતાનું અંગ તેના અંગને ઘસે છે. ધન્ય છે તે માનવ આત્માને! ૬૬૫.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૮૮) * જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જવાળા અગ્નિની છે, તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા ( જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબદ્ધ થશે. ૬૬૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com