________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૨૫ * સત્ અને અકારણ હોવાથી સ્વતઃસિદ્ધ, અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું હોવાથી સ્વ-પરનું જ્ઞાયક-એવું જે આ, મારી સાથે સંબંધવાળું મારું ચૈતન્ય તેના વડકે જે (ચૈતન્ય) સમાન જાતીય અથવા અસમાનજાતીય અન્યદ્રવ્યને છોડીને મારા આત્મામાં જ વર્તે છે તેના વડે – હું પોતાના આત્માને સકળ ત્રિકાળે ધ્રુવવ ધરતું દ્રવ્ય જાણું છું. ૬પ૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૯0) * પંચ-મહાવ્રતનું પાલન કરવું, ગુપ્તિ સમિતિઓનું પાલન કરવું, બ્રહ્મચર્ય પાળવું, પરિષહો જીતવા, ચારિત્રનું પાલન કરવું, તપશ્ચરણ કરવું, છે આવશ્યકોનું પાલન કરવું, ધ્યાન કરવું, શાસ્ત્રનો અભ્યાસ કરવો- આદિ બધું સમ્યગ્દર્શન વિના ભવનું બીજ સમજો. ૬૫૪.
(શ્રી કુંદકુંદાચાર્ય, રયણસાર ગાથા-૧૨૭) * ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્માને સદા પરસ્પર ભેદ છે. શરીર ઈન્દ્રિયોથી અર્થાત્ ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે અને આત્મા ખરેખર સ્વસંવેદનશાનથી જાણવામાં આવે છે. ૬૫૫.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, ચૂલિકા અધિકાર, શ્લોક-૪૮
* * * * જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી – એવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડ (પદ્રવ્યના સર્વભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે. ૬૫૬.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૩૦૧-૩૦૩) * હે ભવ્ય! કારણ-કાર્યની સીમામાં રહીને તું સમસ્ત આગમને સાંભળ; અને મન્મથ-વિજયી (અર્થાત વિષયોના શત્રુ ) એવા જિનમાર્ગમાં અડગ રહીને, સૌથી શ્રેષ્ઠસારભૂત એવા આત્મતત્વનો અનુભવ કર. ૬૫૭.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com