________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦)
(પરમાગમ – ચિંતામણિ * જીવને ચાર ગતિમાં ભવોમાં પરિભ્રમણ, જાતિ, જરા, મરણ, રોગ, શોક, કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો નથી. ૬૭૮.
(શ્રી કુંદકુંદાચાર્યદેવ, નિયમસાર, ગાથા-૪૨) * ચૈતન્યમય તે ઉત્કૃષ્ટ જ્યોતિનું તત્પરતાથી ધ્યાન કરો કે જેના વિના વિધમાન વિશ્વ પણ અવિદ્યમાનવત પ્રતિભાસે છે તથા જે ઉપસ્થિત હોતાં તે વિશ્વ નિશ્ચતપણે યથાર્થ સ્વરૂપે પ્રતિભાસે છે. ૬૭૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૨૯ ) * જીવોને મારો અથવા ન મારો – કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ, નિશ્ચયનયે, જીવોના બંધનો સંક્ષેપ છે. ૬૮૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-ર૬૨) * હે યોગી! જિસ ચિદાનંદ શુદ્ધાત્માને નિશ્ચય કરકે જિનસ્વભાવસે ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવરૂપ પાંચ પ્રકાર પરિવર્તનસ્વરૂપ સંસાર નહીં હૈ ઔર સંસારકે કારણ જો પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશરૂપ ચાર પ્રકારકા બંધ ભી નહીં હૈ, જો બંધ કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયકી પ્રગટતારૂપ મોક્ષ-પદાર્થને જુદા હૈ ઉસ પરમાત્માકો તૂ મનમૅસે સબ લૌકિક વ્યવહારકો છોડકર તથા વીતરાગ-સમાધિમં ઠહુરકર જાન, અર્થાત્ ચિંતવન કર. ૬૮૧.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૪૬ )
* * * * સર્વજ્ઞ—વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૬૮૨.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૫૩) * ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે છે ( અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ જ આધારાધેયસંબંધ છે. ૬૮૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૮૧-૧૮૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com