________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૩૩ * જેણે પાપના રાશિને નષ્ટ કર્યો છે, જેણે પુણ્યકર્મના સમૂહને હણ્યો છે, જેણે મદન (-કામ) વગેરેને ખંખેરી નાખ્યા છે, જે પ્રબળ જ્ઞાનનો મહેલ છે, જેને તત્ત્વવેત્તાઓ પ્રણામ કરે છે, જે કૃતકૃત્ય છે), જે પુષ્ટ ગુણોનું ધામ છે અને જેણે મોહરાત્રિનો નાશ કર્યો છે, તેને (-તે સહજ તત્ત્વને ) અમે નમીએ છીએ. ૬૯૩.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક – ૧૫૧) * આત્મા જ આત્માને જન્મ અને નિર્વાણ પ્રતિ દોરે છે માટે નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા જ છે; બીજો કોઇ નહિ. ૬૯૪.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૭૫)
* * *
* પ્રત્યેક જીવમાં નિરંતર જે “અહું પ્રત્યય એટલે “હું - હું' એવો અનુભવ જોવામાં આવે છે તે ઉપરથી આત્માના હોવા પણાનો બોધ થાય છે, તેથી નિરંતર જીવને અનુસરીને થતાં એ “અહું પ્રત્યયથી જીવની સિદ્ધિ થાય છે, તથા સર્વ જીવો એકસરખા હોવા છતાં પણ તેમાં કોઈ દરિદ્રી અને કોઈ શ્રીમંત દેખવામાં આવે છે તેથી કાર્મોનો સદ્દભાવ પણ સિદ્ધ થાય છે. ૬૯૫.
(શ્રી રાજમલ્લજી પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૫૦ નો ભાવાર્થ ) * આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઇને (દૂર કરીને) પોતે સર્વાગ પ્રગટ થયો છે; તેથી હવે આ સમસ્ત લોક તેના શાંત રસમાં એકીસાથે જ અત્યંત મગ્ન થાઓ. કેવા છે શાંત રસ ? સમસ્ત લોકપર્યત ઊછળી રહ્યો છે. ૬૯૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૩ર)
* * * * મેં ગોરા હું, મેં કાલા , હી અનેક વર્ણવાલા હૂં મેં કૃષ શરીરવાલા હું, મેં મોટા હૂં. ઈસપ્રકાર મિથ્યાત્વ પરિણામકર પરિણત મિથ્યાદષ્ટિ જીવકો – મૂઢ માન. ૬૯૭.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૧, ગાથા-૮૦) * આત્મા નિર્દડ નિર્દદ, નિર્મમ, નિઃશરીર, નિરાલંબ, નીરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે. ૬૯૮.
(શ્રી કુંદકુંદાચાર્યદવ, નિયમસાર, ગાથા-૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com