________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪)
(પરમાગમ – ચિંતામણિ * સ્ત્રીઓમાં ચિત્તમાં જેમ પતિ, બળભદ્રોને વાસુદેવ, રાજાઓને પૃથ્વી, ગાયોને પોતાનાં વાછરડાં, ચક્રવાકીને સૂર્ય, ચાતકોને મેઘનું પાણી, જળચરોને તળાવ આદિ, મનુષ્યોને અમૃત, દેવોને પોતાના નિવાસ-સ્વર્ગસ્થાન તથા રોગથી પીડાતાને વૈધ જેમ અનુપમ પ્રિય છે તેમ મારા હૃદયમાં શુદ્ધ ચિતૂપ જેનું નામ છે એવો આત્મા મને અત્યંત પ્રિય છે. ૬૯૯.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન, તરંગિણી-, અધ્યાય-૬, શ્લોક-૩) * જહાં રાગાદિ મિથ્યાભાવોંકા ત્યાગ હો, અપને આત્મા પર પ્રેમ હો, આત્માકો પરમાત્મારૂપ અનુભવ કિયા જાવે વહી પરમ શુદ્ધ અનુરાગ ભક્તિ પ્રતિમા છે. ૭OO.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૨૨)
* * * * આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોને “પદ્રવ્યને હું કરું છું' એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અંધકારરૂપ અજ્ઞાનાંધકાર – કે જે અત્યંત દુર્નિવાર છે તે – અનાદિ-સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કે અહો! પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે એકવાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન
ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? કદી ન થાય.) ૭૦૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૫૫ ) * જે (સહજ તત્ત્વ) અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી દૂર છે, ઉત્કૃષ્ટ, ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને (શાંત કરવા) માટે જળ સમાન છે, તે સહજ તત્ત્વને હું પ્રમોદથી સતત નમું છું. ૭૨.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૪૯ ) * અનંત શક્તિરૂપ ધર્મ-અનંત પર્યાય એક ગુણની, એવા અનંત ગુણ અનંત મહિમાને ધારે છે. એ નિજધર્મના મહિમાને ક્યાં સુધી કહીએ? એકદેશ નિજધર્મ ધરતા સંસાર પાર થાય છે, શાથી? કે- એકદેશ થતાં સર્વદશ થાય જ થાય. માટે સમજો કે પર ધર્મથી અનંત દુ:ખ તથા નિજધર્મથી અનંત સુખ છે. એટલા માટે નિજધર્મને ધારી પોતાના પરમેશ્વરપદને પ્રગટ કરો. ૭૦૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૭૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com