________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ )
(પરમાગમ – ચિંતામણિ * ઇન્દ્રરૂપી આત્મા તીર્થંકર સ્વરૂપ ઇષ્ટ પરમાત્માકા દર્શન કરતા હૈ. ઇન્દ્ર સમાન આત્મા અપને આત્મિક સ્વભાવસે પરમાત્મારૂપી અપને તીર્થકરકો દેખતા હુઆ આશ્ચર્યકો પ્રાપ્ત હો રહા હૈ અર્થાત્ બારબાર અનુભવ કરે કે તૃપ્ત નહિ હોતા હૈ. શુદ્ધાત્માકા આચરણ યહી ઐરાવત હાથી હૈ, ઈસ પર ઇન્દ્ર આત્મા તીર્થંકરરૂપી પરમાત્માકો આરૂઢ કરતા હૈ. શ્રી જિનેન્દ્રોંકે રૂપકા પ્રકાશ અપને કમલ સમાન વિકસિત આત્માને સ્વરૂપસે હી હોતા હૈ. ૬૫૮
( શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું- ૨૨૦) * નિશ્ચયથી સર્વ જીવો જન્મ-મરણથી રહિત, આત્મપ્રદેશોની અપેક્ષાએ (લોકાકાશના પ્રદેશપ્રમાણ અસંખ્યાત પ્રદેશી) સર્વ સમાન આત્મીય ગુણોમાં બધાં સરખા અને જ્ઞાનમય છે. ૬૫૯.
(શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૩૮)
* * *
* જેવી રીતે નટ અનેક સ્વાંગ ધારે છે અને તે સ્વાંગના તમાશા જોઇને લોક કુતૂહલ સમજે છે, પણ તે નટ પોતાના અસલી રૂપથી કૃત્રિમ ધારણ કરેલાં વેષને ભિન્ન જાણે છે, તેવી જ રીતે આ નટરૂપ ચેતનરાજા પરદ્રવ્યના નિમિત્તે અનેક વિભાવપર્યાયોને પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે અંતરંગદષ્ટિ ખોલીને પોતાનું રૂપ દેખે છે ત્યારે અન્ય અવસ્થાઓને પોતાની માનતો નથી. ૬૬O.
(શ્રી બનારસીદાસજી; નાટક સમયસાર, મોક્ષ દ્વાર, પદ-૧૪) * જે આ અબદ્ધસ્કૃષ્ટ, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. ૬૬૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૫)
* * * * જે પ્રમત્તાદિ ગુણસ્થાનોની વંદના કરવામાં આવે છે તે વંદનાથી ચેતનાત્મક મુનિઓ વંદિત થતા નથી – કેવળ દેહની વંદના થાય છે. ૬૬ર.
(શ્રી અતિગતિ આચાર્ય, યોગસાર, પ્રાકૃત, અધિકાર-૨, ગાથા-૩૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com