________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪)
(પરમાગમ – ચિંતામણિ * હે યોગી! પૃથ્વી પર ભ્રમણ કરતાં જો માણેક મળી જાય, તો તે પોતાના કપડામાં બાંધી લેજે, અને એકાન્તમાં બેસીને દેખજે. (સંસાર ભ્રમણમાં સમ્યકત્વરત્ન પામીને એકાન્તમાં ફરી ફરીને તેની સ્વાનુભૂતિ કરજે. લોકનો સંગ ન કરીશ.) ૬૪૭.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૨૧૬) * જેમ કોઇ બુદ્ધિમાનને રસ્તા વચ્ચે પડેલ નિધિ મળે તો તે ગુપ્ત રાખશે. તમ જેણે પોતાના આત્મગુણ-નિધાનને દેખ્યા તે ગુપચુપ તેને સાચવીને વધારવાનો પ્રયત્ન કરશે. ૬૪૮.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૩૪ ) * યહ આત્મા તીન જગતકા ભર્તા (સ્વામી) હૈ, સમસ્ત પદાર્થોના જ્ઞાતા હૈ, અનંત શક્તિવાલા હૈ, પરંતુ અનાદિકાલસે અપને સ્વરૂપને ટ્યુત હોકર અપને આપકો નહિ જાનતા યહ અપની હી ભૂલ હૈ. ૬૪૯.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૧, શ્લોક-૧) * આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં (અંતરંગની સાંધમાં) પ્રજ્ઞાછીણીને સાવધાન થઇને પટકવાથી (નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત જુદાં કરી શકાય છે એમ અમે જાણીએ છીએ. ૬૫૦.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૨૯૪ ) * જ્ઞાની પોતામાં અને પારદ્રવ્યમાં સર્વથા કાંઈ પણ સંબંધ દેખતો નથી. તેથી આ પુદ્ગલનું નાટક જેવું જણાયું તેવી રીતે નાચે, સ્વયં ઊપજે, સ્વયં વિણશે, સ્વયં આવે, સ્વયં જાય, હું એના નાટકને ન રાખી શકું કે ન છોડી શકું. “એના નાટકના રાખવા છોડવાની ચિંતા પણ કરવામાં આવે તે પણ જૂઠી છે, કારણ કે તે પરવસ્તુ છે, પોતાના ગુણ-પર્યાય, ઉત્પાદવ્યયધ્રૌવ્ય, કર્તાકર્મક્રિયાદિની સામગ્રીથી સ્વાધીન છે.” ૬૫૧.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું – ૧૦૪) * બાહરી છ તપોંકા ઉપદેશ કિયા ગયા, ભીતરી છ તપોંકો કહતે હૈં. જો શુદ્ધ અપના સ્વભાવ હૈ, જહાં મન, વચન, કાય તીનોં યોગોં કો થિર કરકે આત્મા પરમાત્માને સમાન હૈ ઐસા નિશ્ચય કરકે અપને આત્માકો ઉસી સ્વભાવમેં અનુભવ કિયા જાય વહુ આભ્યતર તપ હૈ, ૬પર.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-પર૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com