________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨)
(પરમાગમ – ચિંતામણિ * જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઇ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો શ્રુતકેવળી કહે છે. ૬૩૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૯) * સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવાં શુદ્ધ ચૈતન્યમય મારા આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૬૩૬.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૨) * મન દ્વારા વિવેક થઈ પછી મન પણ બાજુએ રહે. મન પર છે, જ્ઞાન નિજવસ્તુ છે. તેથી એવી રીતે વિચારતાં (મન) દૂર રહે છે. શાથી? કે – પરમાત્મપદ ગુમ છે, તેની મન વ્યક્તભાવના કરી શકે છે, કારણ કે – પરમાત્મભાવના કરતાં કરતાં પરમાત્મપદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજથી મન પહેલાં જ મરી નિવૃત્ત થાય છે. જેમ શૌર્યવાનના તેજથી કાયર, વિના સંગ્રામ જ મરે છે. સૂર્યના તેજથી અંધકાર પહેલો જ નાશ થઇ જાય છે તેમ અહીં જાણવું. ૬૩૭.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૧૭) * વ્યવહારનયકર સોલહવાનકે સુવર્ણ ભિન્ન ભિન્ન વસ્ત્રોમેં લપેટે તો વસ્ત્રકે ભેદસે ભેદ હૈ, પરંતુ સુવર્ણપનેસે ભેદ નહીં હૈ. ઉસી પ્રકાર તીન લોકમેં તિષ્ઠ હુએ જીવોંકા વ્યવહારનયસે શરીરને ભેદસે ભેદ હૈં, પરંતુ જીવપનેસે ભેદ નહીં હૈ. દેહકા ભેદ દેખકર મૂઢ જીવ ભેદ માનતે હૈ, ઔર વીતરાગ સ્વસંવેદનજ્ઞાની, જીવનેસે સબ જીવોંકો સમાન માનતા હૈ. સભી જીવ કેવલજ્ઞાનવલિકે કંદ સુખ-પંક્તિ હૈ, કોઇ કમબઢ નહીં હૈ. ૬૩૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૯૬ ) * ચૈતન્યનો તો એક ચિન્મય જ ભાવ છે, જે બીજા ભાવો છે તે ખરેખર પરના ભાવો છે; માટે (એક) ચિન્મયભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે, બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. ૬૩૯.
(શ્રી અમચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૮૪) * આ શરીરના રોગ-સડન-પડન –જરા તથા મરણરૂપ સ્વભાવને દેખીને જે ભવ્યજીવ આત્માને ધ્યાવે છે, તે (ઔદારિકાદિ) પાંચ પ્રકારના શરીરોથી મુક્ત થઈ જાય છે. ૬૪).
(શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૪૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com