________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૨૧ * જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરૂપમ, સહજ પરમાનંદવાળા ચિકૂપને (ચૈતન્યના સ્વરૂપને) એ એકને ડાહ્યા પુરુષોએ સમ્યક પ્રકારે ગ્રહવું યોગ્ય છે; તેથી, હે મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે આ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રત્યે તારું વલણ કર. ૬૩૧.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, શ્રી નિયમસાર-ટીકા, શ્લોક-૧૩૩) * જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીર આદિ નોકર્મમાં “આ હું છું અને હુંમાં – (- આત્મામાં) “આ કર્મ-નોકર્મ છે' - એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબદ્ધ છે. ૬૩૨.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૧૯)
* * * * પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું પછી જિનમતમાં કહેલા જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો, તેના નામ-લક્ષણાદિ શીખવા, કારણ કે તેના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વપરનું ભિન્નપણું જેથી ભાસે તો વિચારો કર્યા કરવા, કારણ કે- એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યારપછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કારણ કે એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઇ વેળા દેવાદિના વિચારમાં કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઇ વેળા સ્વરૂપના વિચારમાં તથા કોઇ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે. ૬૩૩.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૯, પાનું-૩૩૦) * જીવદ્રવ્ય અશુદ્ધરૂપ પ્રવર્યું ત્યારે તે અશુદ્ધ ભાવથી જ વ્યાપ્ય- વ્યાપક પોતે જ થઇ રહ્યો છે, ત્રણકાળમાં અન્યદ્રવ્યને તે સ્પર્શતો પણ નથી. આવી દ્રવ્યની અનાદિઅનંત મર્યાદા બંધાયેલી (બનેલી) છે. “અથવા દ્રવ્ય શુદ્ધરૂપ પરિણમો કે અશુદ્ધરૂપ પરિણમો પણ તે અન્ય દ્રવ્યને કોઇ પણ રીત ન સ્પર્શે તેવું જ જ્ઞાન થતાં જ્ઞાની દેખેજાણે છે કે આ આમ છે” ૬૩૪.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું ૧૧૯)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com