________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૧૯ * લોભ સંસારમેં કયા નહીં અનર્થ કરતા હૈ, લોભસે હી ક્રોધ પૈદા હોતા હૈ, લોભસે હી કામ હોતા હૈ, લોભસે હી મોહ હોતા હૈ, કહાં તક ઇસકી તારીફ કી જાય. લોભસે ઇસ જીવનકા સત્યાનાશ હો જાતા હૈ, બુદ્ધિ બિગડ જાતી હૈ, હેય-ઉપાદેયકા કુછ જ્ઞાન નહીં રહતા, લોભી મનુષ્યકો અપને યશ-અપયશકો કુછ ભી ખ્યાલ નહીં રહતા, જિતના ભી અનર્થ દુનિયામેં હોતા હૈ ઉસકા મૂળ કારણ ધન-લોભ હી હૈ, ઇસલિયે તો બતાયા હૈ કિ લોભ પાપકા બાપ હૈ, ઇસસે બઢકર કોઇ પાપ નહીં હૈ. ૬૨૧.
(શ્રી પાંડવ પુરાણ, પાનું – ૯૧) * શંકાઃ – મિથ્યાદષ્ટિ જીવોનું જ્ઞાન અજ્ઞાન કેવી રીતે છે? સમાધાનઃ – કારણ કે તેનું જ્ઞાન જ્ઞાનનું કાર્ય કરતું નથી. શંકા- જ્ઞાનનું કાર્ય શું છે?
સમાધાનઃ- જાણેલા પદાર્થનું શ્રદ્ધાન કરવું તે જ્ઞાનનું કાર્ય છે. એ રીતે જ્ઞાનનું કાર્ય મિથ્યાદષ્ટિ જીવમાં હોતું નથી તેથી તેનું જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાનનું કાર્ય નહીં કરવાથી જ્ઞાનને અજ્ઞાન કહેવાનો વ્યવહાર લોકોમાં અપ્રસિદ્ધ નથી. કેમકે પુત્રને યોગ્ય કાર્ય નહીં કરવાવાળા પુત્રને કુપુત્ર કહેવાનો વ્યવહાર લોકમાં પણ જોવામાં આવે છે. ૬૨૨.
(શ્રી ધવલા, પુસ્તક-૫, પાનું ૨૨૪)
* * * * જેવી રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત હોવા છતાં, નિષ્ક્રિય તેમ જ અપ્રેરક હોવા છતાં “હું સિદ્ધ સમાન અનંત જ્ઞાનાદિ ગુણસ્વરૂપ .” ઇત્યાદિ વ્યવહારથી સવિકલ્પ સિદ્ધ ભક્તિવાળા એવા, નિશ્ચયથી નિર્વિકલ્પ સમાધિરૂપ નિજ-ઉપાદાનકારણ પરિણત જીવોને સિદ્ધગતિના સહકારી કારણ છે, તેવી રીતે નિષ્ક્રિય, અમૂર્ત અને અપ્રેરક હોવા છતાં પણ ધર્મદ્રવ્ય, પોતાના ઉપાદાનકારણથી ગતિ કરતાં જીવ અને પુદ્ગલોને ગતિમાં સહકારી કારણ છે. ૬૨૩.
(શ્રી નેમીચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્રવ્યસંગ્રહ, ગાથા-૧૭ની ટીકામાંથી * પરમ શુદ્ધભાવકી ખોજ કરની ચાહિયે. ખોજ કરનેસે ઉત્કૃષ્ટ શુદ્ધભાવ પ્રાપ્ત હો જાતા હૈ. જ્ઞાનમેં અનંતાનંત લોકકે જાનકી શક્તિ હૈ. ઉસ જ્ઞાનકે પ્રકાશ હોતે હી સંસારકા ભ્રમણ છૂટ જાતા હૈ. ૬૨૪.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૫૧૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com