________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૧૮ )
(પરમાગમ ચિંતામણિ * હે જીવ! યહ શરીર તરા શત્રુ હૈ, કોંકિ દુ:ખોંકો ઉત્પન્ન કરતા હૈ, જો ઈસ શરી૨કા ઘાત કરે, ઉસકો તુમ ૫૨મમિત્ર જાનો. ૬૧૬.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. ૨, શ્લોક-૧૮૨ )
-
* પ્રજ્ઞા: જ્ઞાનની અધિકતા હોવા છતાં પણ માન કરવું તે પ્રજ્ઞાપરિષહજય છે. અજ્ઞાનઃ- જ્ઞાનાદિકની હીનતા હોય ત્યારે લોકો દ્વારા કરવામાં આવતો તિરસ્કાર શાંત ભાવથી સહન કરી લેવો અને પોતે પણ પોતાના જ્ઞાનની હીનતાનો ખેદ ન કરવો તે અજ્ઞાનપરિષહજય છે.
અદર્શન:- ઘણા વખત સુધી કઠોર તપશ્ચર્યા કરવા છતાં પણ મને અવધિજ્ઞાન તથા ચારણઋદ્ધિ વગેરેની પ્રાપ્તિ ન થઈ માટે તપશ્ચર્યા વગેરે ધારણ કરવા વ્યર્થ છે એવો અશ્રદ્ધાનો ભાવ ન થવા દેવો તે અદર્શન-પરિષહજય છે. ૬૧૭.
(શ્રી ઉમાસ્વામી, મોક્ષશાસ્ત્ર - ગુજરાતી ટીકા, અધિ. ૯, સૂત્ર- ૯)
***
* સંસારમાં લોકો પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મૃત્યુ થતાં જે વિલાપપૂર્વક ચીસો પાડીને રુદન કરે છે તથા તેનો જન્મ થતાં જે હર્ષ કરે છે તેને ઉન્નત બુદ્ધિના ધારક ગણધર આદિ પાગલપણું કહે છે. કારણ કે મૂર્ખતાવશ જે ખોટી પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તેનાથી થતાં કર્મના પ્રકૃષ્ટ બંધ અને તેના ઉદયથી સદા આ આખુંય વિશ્વ મૃત્યુ અને ઉત્પત્તિની પરંપરાસ્વરૂપ છે. ૬૧૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્ય પંચાત, શ્લોક-૨૩) * તિર્યંચોની માફક મનુષ્યો જન્મ્યા પછી અંતઃમુહૂર્ત કાળમાં જ અણુવ્રતોને ગ્રહણ કરી શકતા નથી. ૬૧૯.
(શ્રી ધવલા, પુસ્તક-૪, પાનું - ૩૭૮)
* હૈ પિતાજી! હૈ માતાજી જ્યારે ભવનમાં આગ લાગી જાય ત્યારે સમજદાર મનુષ્ય બહાર ભાગવાનો પ્રયત્ન કરે છે પણ શત્રુ હોય છે તે તેને પકડીને ફરી આગમાં ફેંકે છે. તેમ મોહની જવાળાથી ભડભડતો આ સંસાર છે, તે સંસારદુઃખની અગ્નિજવાળાથી હું બહાર નીકળવા માગું છું, ત્યારે આપ કોઇ શત્રુની જેમ મને ફરીને અગ્નિજ્વાળામાં ન ફેંકશો. ૬૨૦.
(આચાર્ય શ્રી જટાસિંહનંદિ, વરાંગ-ચરિત્ર, સર્ગ-૨૯ શ્લોક-૧૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com