________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૧૬ )
(પરમાગમ – ચિંતામણિ
* આ શરીરાદિ દશ્ય પદાર્થ ચેતનારહિત જડ છે અને જે ચૈતન્યરૂપ આત્મા છે તે ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવા નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉ૫૨ રાજી થાઉં? એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું – એમ અન્તરાત્મા વિચારે છે. ૬૦૬.
-
(શ્રી પૂજ્યાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૪૬)
***
* જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ અન્ય વસ્તુની બહાર જો કે લોટે છે તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે–) આમ હોવા છતાં, મોહિત જીવ, પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, શા માટે કલેશ પામે છે? ૬૦૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, કળશ-૨૧૨ )
***
* હું વિદ્વજનો! ધન, મહેલ અને શરીર આદિના વિષયમાં મમત્વ-બુદ્ધિ છોડીને શીવ્રતાથી કાંઈ પણ પોતાનું એવું કાર્ય કરો કે જેથી આ જન્મ ફરીથી પ્રાસ ન કરવો પડે. બીજા સેંકડો વચનોના બાહ્ય ડોળથી તમારું કાંઈ પણ ઇષ્ટ સિદ્ધ થવાનું નથી. આ જે તમને ઉત્તમ મનુષ્ય પર્યાય આદિ સ્વહિત સાધક સામગ્રી પ્રાપ્ત થઇ છે તે ફરીથી પ્રાપ્ત થશે અથવા નહિ થાય એ કાંઈ નક્કી નથી અર્થાત્ તેનું ફરી પ્રાપ્ત થવું બહુ જ કઠણ છે. ૬૦૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૨૩)
* જેવી રીતે મોજાંઓથી ઊછળતા ભીષણ સમુદ્ર વચ્ચેથી અથાગ પ્રયત્નપૂર્વક તરતો કોઈ પુરુષ કિનારા સુધી આવ્યો અને કોઇ શત્રુ તેને ધક્કો દઇને પાછો સમુદ્રમાં હડસેલે; તેમ હું માતા-પિતા! દુર્ગતિના દુઃખોથી ભરેલાં આ ઘોર સંસાર–સમુદ્રમાં અનાદિથી ડૂબેલો હું વૈરાગ્ય વડે અત્યારે માંડ-માંડ કિનારા પર આવ્યો છું, તો ફરીને આપ મને એ સંસાર સમુદ્રમાં ન પાડશો, ઘરમાં રહેવાનું ન કહેશો. ૬૦૯.
(આચાર્ય શ્રી જટાહિઁસનંદિ, વરાંગ ચરિત્ર, સર્ગ–૨૯, શ્લોક-૧૮ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com