________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ )
(૧૧૫ * જે આત્મા પોતાની જાતને ઉત્કૃષ્ટ દેખે, તેની સાથે ક્રિીડા કરે, તેના જ માટે હિતસ્વરૂપ રહે, તેનાથી જ તે સુખી થાય, તેનો જ સંબંધ તે પામે અને તેમાં જ તે સ્થિત થાય તો તે આનંદરૂપ અમૃતનો સમુદ્ર બની જાય છે. અધિક શું કહેવું? સમસ્ત ઉપદેશનું કેવળ આ જ રહસ્ય છે. ૬૦૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૫૨ ) * શુદ્ધ ચિતૂપને ભજનાર મનુષ્યોનું સુધા, તરસ, રોગ વા ઠંડી, ગરમી, પાણી, અને વાણીથી, શસ્ત્ર, રાજાદિના ભયથી, સ્ત્રી, પુત્ર, શત્રુ, નિર્ધનતા, અગ્નિ, બેડી ગાય આદિ પશુ તથા અશ્વ, ધન, કંટકથી, સંયોગ, વિયોગ, ડાંસ, પતન, ધૂળથી, માનભંગ આદિથી ઉત્પન્ન થતું દુઃખ, ક્યાં જતું રહે છે તે અમે જાણતા નથી. ૬૦૨.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય – ૨, ગાથા-૩) * રાગાદિનું નામ જ હિંસા, અધર્મ અને અવ્રત છે તથા નિશ્ચયથી તેના ત્યાગનું જ નામ અહિંસા, વ્રત અથવા ધર્મ છે.
તેથી જે આગમમાં સ્વ અને પર પ્રાણીઓની અહિંસાનો સિદ્ધાંત માનવામાં આવ્યો છે તે માત્ર સ્વાત્મરક્ષાના માટે જ છે, પણ તે પરના માટે નથી. ૬૮૩.
( શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૭૫૪-૭૫૫ )
*
* *
* આ જગતમાં અનંત જીવ એવા છે કે જેને દ્વીન્દ્રિયાદિ સ્વરૂપની પ્રાપ્તિ કદી થઈ નથી. મિથ્યાત્વાદિ ભાવકલંકથી ભરેલ જીવ સર્વ કાળ નિગોદવાસને છોડતાં નથી. સૂક્ષ્મ વનસ્પતિરૂપથી રહેલ એવા જીવ અનંત છે. (આ સંસારમાં જીવને ત્રસપણે પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે.) ૬૦૪.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, પર્યાપ્તિ અધિકાર, ગાથા-૧૮૭) * હે નાથ ! જે બુદ્ધિમાન મનુષ્ય આ સ્તોત્રનો નિરંતર (હર-હંમેશ ) પાઠ કરે છે તે ઉન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર અને બંધન વિગેરેથી થતાં ભયથી તુરત જ મુક્ત થઈ જાય છે, મતલબ કે એવા લોકો આગળથી ભય ડરી ગયો હોય તેમ નષ્ટ થઈ જાય છે. ૬૦૫.
( શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૪૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com